GSTV

આનંદો/ લાખો સરકારી કર્મચારીઓની સુધરી દિવાળી: સેલરીમાં કરાયો તોતિંગ વધારો, આંકડો જોઇને ઝૂમી ઉઠશો

કર્મચારીઓ

Last Updated on October 13, 2021 by Bansari

ઓડિશાના 7.5 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સારા સમાચાર છે. તહેવારો પહેલા તેમના મોંઘવારી ભથ્થા, DA અને મોંઘવારી રાહત, (Dearness Relief, DR) વધારવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં 11%નો વધારો કર્યો છે. આ વધારો 1 જુલાઈ 2021 થી લાગુ થશે. સીએમ ઓફિસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ અને ડીઆર વધારવા પરની રોક હટાવી લેવામાં આવી છે. હવે તેમને 11 ટકા વધુ DA અને DR પણ મળશે. તેનું પેમેન્ટ ઓક્ટોબરમાં થવાનું અનુમાન છે. એટલે કે દશેરા-દિવાળી પર બમ્પર ફાયદો થશે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, સરકારી કર્મચારીઓને 3 મહિનાની એરિયર કેશ મળશે. આ નિર્ણયથી સાડા ત્રણ લાખ સરકારી કર્મચારીઓને લાભ થશે.

કર્મચારીઓ

7 મા પગાર પંચના પે મેટ્રિક્સ અનુસાર વધશે પગાર

એજી ઓફિસ બ્રધરહુડના ભૂતપૂર્વ પ્રમુખ અને ઓલ ઇન્ડિયા એકાઉન્ટ્સ એન્ડ ઓડિટ કમિટીના જનરલ સેક્રેટરી હરિશંકર તિવારીના જણાવ્યા અનુસાર, મોંઘવારી ભથ્થામાં વધારો તેમના ઘર ભાડા ભથ્થા (HRA), મુસાફરી ભથ્થા (TA) માં વધારો કરશે. 7 મા પગાર પંચના પે મેટ્રિક્સ અનુસાર, દરેક સ્તરના કર્મચારીના પગારમાં અલગ અલગ વધારો થશે.

કર્મચારીઓ

મહિનામાં પગારમાં લગભગ 9000 રૂપિયાનો વધારો થશે

હરિશંકર તિવારીના મતે, જેમની બેસિક સેલરી 20 હજાર રૂપિયા છે. તેમના Da, Hra, Ta સહિત મહિનામાં પગારમાં લગભગ 9000 રૂપિયાનો વધારો થશે. જેમાં DA ની ગણતરી 28 ટકાના આધારે કરવામાં આવી છે. HRA અને TA પણ સમાન દરે ગણવામાં આવે છે. હરિશંકર તિવારી અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓને 7 મા પગાર પંચ હેઠળ Dearness allowance, Travel allowance, House rent allowance, Medical Allowance, Education Allowance અને અન્ય ભથ્થાઓ મળે છે. હરિશંકર તિવારીના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરી, 2016 થી કેન્દ્રીય કર્મચારીઓને 7 મા પગાર પંચનો લાભ મળી રહ્યો છે. આમાં, ઘણા પ્રકારના ભથ્થા નાબૂદ કરવામાં આવ્યા હતા. કારણ કે કમિશને બેઝિક માં અનેક ગણો વધારો કર્યો હતો.

Read Also

Related posts

ખુશખબર / સરકારે ફરી શરૂ કરી છે રાશનકાર્ડ ધારકોને મફતમા અનાજ આપવાની યોજના, જાણો કેવી રીતે મળશે આ યોજનાનો લાભ…?

Zainul Ansari

Sarkari Naukri 2021 / સબ-ઇન્સ્પેક્ટરની 800 જગ્યાઓ માટે મંગાવવામાં આવી અરજીઓ, અહીં વાંચો વિગતો

Vishvesh Dave

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા / ટપ્પુ અને બબીતાજી એકબીજાના હાથોમાં હાથ નાંખી જોવા મળ્યા, ફરી બંનેના અફેરની ચર્ચા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!