GSTV

દેશ વિરોધી નારેબાજી કરનારા કનૈયા કુમાર માટે એક રાહતના સમાચાર આવ્યા છે

Last Updated on September 6, 2019 by Arohi

જેએનયુમાં દેશવિરોધી નારેબાજી મામલે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે કનૈયા કુમારને ક્લિન ચિટ આપી છે. કનૈયા કુમાર પર 2016માં યુનિવર્સિટી કેમ્પસમાં દેશ વિરોધી નારેબાજી કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે આ મામલે કનૈયા કુમાર વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, દિલ્હી સરકારે કનૈયા કુમાર વિરૂદ્ધ કેસ ચલાવવાની પોલીસને મંજૂરી આપી નથી.

જેએનયુમાં કનૈયા કુમાર સહિત નવ લોકો પર દેશ વિરોધી નારેબાજી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દેશ વિરોધી નારેબાજી બાદ કનૈયા કુમારની ધરપકડ પણ કરવામાં આવી હતી.

દિલ્હી સરકારમાં પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યુ હતુ કે, પોલીસ દ્વારા જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તેના આધારે કનૈયા કુમાર વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરી શકાય તેમ નથી. જેથી દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે કનૈયા કુમારને ક્લિન ચિટ આપી છે.

Read Also

Related posts

ન્યાયતંત્રની જય હો/ ગુજરાતમાં ઐતિહાસિક ચુકાદો, અઢી વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં 22 દિવસમાં ચુકાદો, આરોપીને ફાંસીની સજા

Pravin Makwana

પીએમ મોદીના અખિલેશ પર પ્રહાર, કહ્યું- લાલ ટોપીવાળાઓને આતંકીઓને જેલમાંથી છોડવા સત્તા જોઈએ છે

Damini Patel

નડિયાદના અમીત પટેલની અમેરિકામાં ધોળા દિવસે લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા, બેંકમાં પૈસા ભરવા ગયા હતા ત્યારે જ હત્યારાએ ફાયર કર્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!