GSTV

ખેડૂતો માટે રાહતના સમાચાર, રૂપાણી સરકારે માર્ચ સુધી વધારી સમય મર્યાદા

ગાધીનગરમાં મહેસુલ વિભાગ દ્વારા જમીન રી-સર્વે પ્રમોલ્ગેશનમાં ક્ષતિ સુધારણા કરવાની મુદતમાં 3 માસનો વધારો કરવામાં આવ્યો છે. ક્ષતિ સુધારણા માટે છેલ્લી મુદત 31 ડિસેમ્બર 2019 સુધી હતી. પણ હવે સમય મર્યાદા વધારીને 31 માર્ચ 2020 સુધી કરાઈ છે.ઉલ્લેખનિય છે કે વિદેશમાં રહેતા અથવા બહારગામ રહેતા ખેડૂતો નિયત સમયમાં અરજી ના કરી શક્યા.

તેમજ અમુક ખેડૂતો જાણકારીના અભાવે અરજી ન કરી શક્યા જેથી આ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અને આ સમયમર્યાદા વધારવા અનેક ધારાસભ્યોએ રજૂઆત કરી હતી. જેથી મહેસુલ વિભાગે આ સમયમર્યાદામાં વધારો કર્યો છે.

જાણકારીના અભાવે અરજદારો પર્યાપ્ત માત્રામાં અરજી ના કરી શકતા કરાયો સમય મર્યાદામાં વધારો. વિદેશમાં રહેતા તથા બહાર ગામ રહેતાં ખેડૂતો નિયત સમયમાં અરજી ના કરી શકતા કરાયો મુદતમાં વધારો અનેક ધારાસભ્યોની રજૂઆતના પગલે મહેસુલ વિભાગે લીધો નિર્ણય.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!