GSTV
Home » News » વડોદરાનો આ કિસ્સો જાણ્યા બાદ કોઈ સાસુ વહુને ફેસબુક યુઝ કરવા નહીં દે

વડોદરાનો આ કિસ્સો જાણ્યા બાદ કોઈ સાસુ વહુને ફેસબુક યુઝ કરવા નહીં દે

અટલાદરા વિસ્તારમાં બનેલા એક અજીબોગરીબ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે.સાસુની સેવા કરવા માટે આવેલી યુવતી બે વર્ષના પુત્રને મુકી નવી જ બનેલી ફેસબુક ફ્રેન્ડ યુવતીની સાથે ખરીદી કરવાને બહાને ફરાર થઇ જતાં બંનેના પરિવારજનો ચિંતામાંં મુકાઇ ગયા છે. અટલાદરા રેલવે સ્ટેશન પાસે નીલકંઠ રેસીડેન્સીમાં ચોથેમાળે રહેતા રમીલાબેન પટેલ પડી જતાં તેમને ઇજા થઇ હતી.નજીકમાં મારૃતિધામ ખાતે રહેતી તેમની ૨૩ વર્ષીય પુત્રવધૂ સોનુ સાસુની સેવા કરવા માટે બે વર્ષના પુત્રને લઇ રહેવા આવી હતી.

ગઇ તા.૧૦-૧-૨૦૧૯ના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં સોનુ તૈયાર થતાં સાસુએ ક્યાં જાય છે ? તેમ પૂછતાં તેણે બહેનપણી સાથે પાછળ આવેલા મોલમાં ખરીદી કરી એકાદ કલાકમાં પાછી આવું છું તેમ કહ્યું હતું.થોડીવારમાં નેપાળી યુવતી આવતાં સાસુ પૂત્રવધૂના બાળકને જોવા અંદરના રૃમમાં ગયા તે પહેલા તોે બંને બહેનપણી ચાલી ગઇ હતી. સોનુ બે કલાક સુધી નહીં આવતાં રમીલાબેન બાળકને લઇ નીચે ગેટ પર ગયા હતા.પરંતુ,મોડી રાત સુધી બંનેનો કોઇ પત્તો લાગ્યો નહતો અને બંનેના મોબાઇલ પણ સ્વિચ ઓફ હતા.

તપાસ કરતાં સોનુ ઘરમાંથી રૃા.૧ લાખની કિંમતના દાગીના અને રોકડા રૃા.૪૫ હજાર ઉઠાવી ગઇ હતી.જ્યારે,દરબાર ચોકડી પાસે સાંઇનાથ હાઉસિંગમાં રહેતી જાનકી પપ્પુભાઇ થાપા પણ તેના ઘરમાંથી રોકડા રૃા.૬૦ હજાર ઉઠાવી ગઇ હતી.બંને પરિવાર પહેલીવાર ભેગા થયા હતા અને જેપી રોડ તેમજ માંજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.બંને બહેનપણીઓ, યુવતીઓ ફસાવતી ગેંગમાં ફસાઇ હોવાની આશંકા પરિવારજનો વ્યક્ત કરી રહ્યા છે.

જાનકીએ બીજી વાર ઘર છોડયું,અમે તેની આશા છોડી દીધી છે..

પરિણીત સોનુની સાથે ફરાર થયેલી જાનકી થાપા પણ સામાન્ય પરિવારની છે.તેના પિતા પપ્પુભાઇ સરસ્વતી કોમ્પ્લેક્સ નજીક નાસ્તાની લારી ધરાવે છે.બે વર્ષ પહેલાં લગ્નની વાત આવતાં જાનકી ઘર છોડી ચાલી ગઇ હતી.તેના પરિવારજનો મુંબઇથી તેને પરત લાવ્યા હતા.આમ છતાં જાનકી ફરીથી ઘર છોડી જતાં પિતાએ કહ્યું હતું કે,અમે હવે તેની આશા છોડી દીધી છે.

સોનુના ફોટાવાળું અલિસ્કાના નામે ફેસબુક એકાઉન્ટ પણ શરૃ થઇ ગયું

બે વર્ષના પુત્રને છોડી ચાલી ગયેલી સોનુના ફોટા વાળું નવું ફેસબુક એકાઉન્ટ શરૃ કરવામાં આવ્યું હોવાની વિગતો જાણવા મળી છે.જેમાં સોનુના બદલે અલિસ્કા નામ રાખવામાં આવ્યું છે.

માત્ર છ મહિનાની ફ્રેન્ડશિપ,જાનકીને રૃા.૩૦૦ આપી સોનુના પતિએ ઘેર મોકલી

સોનુ અને જાનકી વચ્ચે માત્ર છ મહિનાની ફેસબુક પર થયેલી ફ્રેન્ડશિપ એટલી ગાઢ બની હતી કે બંનેના પરિવારો એકબીજાથી પરિચિત નહી હોવા છતાં ચાર મહિના પહેલા જાનકી સોનુને ત્યાં રહેવા આવી ગઇ હતી.સોનુના પતિએ તેની સામે  વાંધો લઇ રૃા.૩૦૦ આપીને જાનકીને તેને ઘેર પરત મોકલી હતી.

સાસુએ ડબ્બામાં મુકેલા ૧૦ તોલાના દાગીના બચી ગયા

સોનુના સાસુ રમીલાબેને એક દિવસ પહેલાં જ તિજોરીમાંથી દાગીના કાઢી ચોખાના ડબ્બામાં મુક્યા હતા.જેને કારણે આ દાગીના સોનુના હાથમાં આવ્યા નહતા.

સોનુએ સાસુને કહ્યું,જાનકીનું લગ્ન છે..ખરીદી કરવા જઇએ છીએ

સોનુએ ઘર છોડતી વખતે સાસુને કહ્યું હતું કે,પુત્રનો ખ્યાલ રાખજો..મારી બહેનપણી જાનકીના લગ્ન હોઇ મોલમાં ખરીદી કરી એકાદ કલાકમાં પાછી આવું છું.

કિધર હો..ક્યા હુવા..મેરી અમેરિકન જાનુ કા ખ્યાલ રખના..દિલ્હી પહુંચ ગયે ?

વિદેશના નંબર પરથી સોનુના ફોન પર આવેલા કોલે શંકાના વમળો સર્જ્યા છે.સાયબર ક્રાઇમ દ્વારા કોલ્સ ડિટેઇલની તપાસ કરવામાં આવે તો સમગ્ર પ્રકરણનો ભંડો ફૂટે તેમ લાગે છે.

સોનુના પતિએ કહ્યું હતું કે,સોનુના ફોન પર આવેલો કોલ વિદેશથી આવ્યો હોવાનું જણાય છે.આ કોલ કરનારે કિધર હો, ક્યા હુવા..મેરી અમેરિકન જાનુકા ખ્યાલ રખના..જેવા ઉચ્ચારણો કરાયા હતા. સોનુના પતિએ વોટસ્અપ પર હાય કરીને મેસેજ મોકલતાં સામેથી દિલ્હી પહુંચ ગયે ? તેવો મેસેજ આવ્યો હતો.ત્યારબાદ સામેવાળાને શંકા પડી હોય તેમ વાતચીત બંધ થઇ ગઇ હતી.

READ ALSO

Related posts

મહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી

Mansi Patel

સામાન્ય વરસાદમાં શહેરના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી, મેયરે લીધો અધિકારીઓનો ઉધડો

Bansari

નવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!