GSTV
Home » News » ફેસબુક પર 350 પેજ અને 50 ઈન્સ્ટાગ્રામ એકાઊન્ટ ડિલીટ, શું તમારું પેજ પણ આમા નથીને ?

ફેસબુક પર 350 પેજ અને 50 ઈન્સ્ટાગ્રામ એકાઊન્ટ ડિલીટ, શું તમારું પેજ પણ આમા નથીને ?

ફેસબુકે જાહેરાત કરી હતી કે વાંધાજનક સામગ્રીનો પ્રચાર કરતા અસંખ્ય રશિયન ફેસબુક એકાઉન્ટ અને પેજ ડિલિટ કરી દેવામાં આવ્યા છે. ફેક ન્યૂઝ ફેલાવતા રશિયન એકાઉન્ટ વિરૂદ્ધ ફેસબુકે ઉગ્ર કાર્યવાહી શરૂ કરી હતી. ફેસબુકના સાઈબર સિક્યુરિટીના વડા નથાનિયલ ગ્લેચેરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયન કનેક્શન ધરાવતા અસંખ્ય વાંધાજનક ફેસબુક પેજ અને એકાઉન્ટ ડિલિટ કરી દેવામાં આવ્યા હતા.

ફેસબુકે સાઈબર ક્રાઈમના નિયમોને ધ્યાનમાં રાખીને વાંધાજનક, જૂઠી અને તંગદિલી ફેલાવે તેવી માહિતીનો પ્રચાર કરતા ફેસબુક એકાઉન્ટ્સને હટાવી દેીધા હતા એટલું જ નહીં ફેસબુક સંલગ્ન ઈસ્ટાગ્રામમાંથી પણ એવા વાંધાજનક એકાઉન્ટ સામે કાર્યવાહી કરાઈ હતી.

ફેસબુકના કહેવા પ્રમાણે રશિયન અથવા તો રશિયન એજન્ડાથી ચાલતા ૩૬૪ પેજ સામે કાર્યવાહી કરવાની સાથે સાથે ૫૦ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરાયા હતા. એટલું જ નહીં, રશિયન એજન્ડાથી વાંધાજનક સામગ્રીનો પ્રચાર કરતી અસંખ્ય લિંક્સ ફેસબુકે તેના પ્લેટફોર્મ ઉપરથી હટાવી દીધી હતી.

READ ALSO

Related posts

‘રાજીવ ગાંધીને પણ તોતિંગ બહુમતિ મળી હતી, પણ ડર નહોતો ફેલાવ્યો’: સોનિયા ગાંધીનાં આકરા પ્રહારો

Riyaz Parmar

ગાંધીનગરમાં આરએસએસ અને ભાજપની મળી બેઠક, આ મુદ્દે કરાઈ ચર્ચા

Nilesh Jethva

લતા મંગેશકરનું ગીત ગાઈને ફેમસ થયા હતા રાનુ, હવે હિમેશની ફિલ્મમાં મળ્યુ ગીત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!