GSTV

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનો હુકમ, ચાઈનાથી આવી રહી છે રહસ્યમય ‘કોરોના ધૂળ’, દેશવાસીઓ ઘરમાં રહે

ઉત્તર કોરિયાના તરંગી તાનાશાહ કિમ જોંગ ઉનના વહીવટીય અધિકારીઓ દ્વારા દેશવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે રહસ્યમય પીળી ધૂળના વાદળો ચીનથી આવી રહ્યા છે. તે દેશમાં કોરોના વાયરસ ફેલાવી શકે છે. આ પીળી ધૂળથી કોરોના વાયરસ ફેલાવાના ભયને ધ્યાનમાં રાખીને દેશવાસીઓએ ઘરની અંદર રહે અને બારીઓ બંધ રાખે. પોતાને દુનિયાથી અલગ રાખનારા ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે કોરોના વાયરસનો કોઈ કેસ થયો નથી. જીવલેણ વાયરસને હવા દ્વારા ફેલાવી શકાય છે. સ્થાનિક સરકારી એન.કે. ન્યૂઝ પેપરના અહેવાલ અનુસાર ગુરુવારે પ્યોંગયાંગના રસ્તાઓ નિર્જન થયા હતા. લોકોએ કિમ જોંગ ઉનના આદેશનું સંપૂર્ણ પાલન કર્યું છે.

‘માસ્ક પહેરવો જ જોઇએ અને બારી બંધ રાખવી પડશે. ઉત્તર કોરિયાના સત્તાવાર અખબારે કહ્યું છે કે, ‘યલો ડસ્ટમાં નુકસાનકારક તત્વો છે. સીધી અસર માનવ શ્વાસ લેનારા ફેફસા, ગળા પર પડે છે. પ્યોંગયાંગમાં રહેતા વિદેશી રાજદ્વારીઓને ઘરે રહેવા ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા. રશિયન દૂતાવાસે આ વાતની પુષ્ટિ કરી છે. કોરોના વાયરસ હવામાં ફેલાતો નથી, પરંતુ સીડીસી મુજબ, તેના વાયરસ હવામાં ચેપને અમુક અંતરે ફેલાવી શકે છે.

READ ALSO

Related posts

નાઇજીરિયા/ બોકો હરામના આતંકીઓનો ખૂની ખેલ, નિર્દોષ 100થી વધુ નાગરીકોની કરી કરપીણ હત્યા

pratik shah

દિલ્હીમાં સતત બીજા દિવસે કોરોનાના 4 હજારથી વધુ કેસો નોંધાયા, 68ને ભરખી ગયો કાળમુખો વાયરસ

pratik shah

જગતનું જમાદાર હોમાયું કોરોનાના ખપ્પરમાં, છેલ્લા 26 દિવસમાં રોજના એક લાખ કેસ નોંધાયા: ભયાવહ સ્થિતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!