શાહરૂખ ખાન સામે શિખ સમુદાય જીત્યો, સીનમાં કરાશે ફેરફાર

જ્યારે ZERO ફિલ્મનું ટ્રેઈલર આવ્યું ત્યારથી જ લગભગ શિખ સમુદાય તેની ભાવના દુભાવાનાં લીધે વિરોધ કરી રહ્યાં હતા. અને એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ સીનને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવે. તેમજ અમુક રાજકારણીઓ પણ આ વાત પર પોતાનો સાથ આપી ચૂક્યાં છે.

ZEROનાં પોસ્ટર રેડ ચિલીજએ પ્રોડ્યુસ કર્યાં છે. અને રેડ ચિલીજએ કોર્ટમા એવું કહ્યુ હતું કે જે વાતને લઈને વિવાદ થયો હતો એમાં અમે શાહરૂખને લગ્ન માટે તૈયાર કર્યો છે અને એનાં હાથમાં એક કટાર જેવું આભુષણ બતાવ્યુ છે કે જે એક સમુદાય પણ પોતાનાં ધાર્મિક કામો માટે ઉપયોગ કરે છે.

એએનઆઈ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે અને એવુ કહેવામા આવ્યું છે કે રેડ ચિલીજ હવે આ સીનને હટાવી લેશે. તેમજ કહેવામાં આવ્યું છે કે જે સીનને લઈને વિવાદ છે એમાં વિજ્યુઅલ ઈફેક્ટની મદદથી ફેરફાર કરી નાખવામાં આવશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter