જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે સમાચારઃ તુવેર અને મગફળીની ખરીદી થશે આ તારીખે શરૂ

મગફળી બાદ તુવેરની ઓનલાઇન ખરીદીની પ્રક્રિયા 15 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ખરીદ કેન્દ્ર તા ૧ ફેબ્રુઆરીથી શરૂ થશે. સરકાર દ્વારા 1 હજાર કિલો તુવેરના રૂપિયા 1135 નક્કી કરવામાં આવ્યા છે. અને 6 હજાથી વધુ ખેડૂતોને ટોકન પણ આપી દેવામાં આવ્યા છે. જેમાંથી 3700 ખેડૂતોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ થઈ ચૂક્યું છે. સરકાર દ્વારા જે ભાવ આપવામાં આવવાનો છે. તે જ ભાવ હાલ માર્કેટમાં પણ છે. જેથી હાલ તો ખેડૂતો ટેકાના ભાવ કરતાં બજારમાં જ પોતાની તુવેર વેચે રોકડી કરવા માંગે છે. પરંતુ છ હજાર જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થવા પાછળનું કારણ એ છે કે, હજુ મોટા ભાગના ખેડૂતોની તુવેર તૈયાર થઈ નથી. અને જ્યારે એકાદ બે અઠવાડિયામાં તુવેર તૈયાર થાય તેવું લાગી રહ્યું છે. જેથી તુવેરની બજાર નીચી જાય તો ટેકાના ભાવે તુવેર વેચી શકાય તે માટે રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter