સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ગ્રાહકો માટે ખુશખબર, ATM માટે બેન્કે લીધો મોટો નિર્ણય

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ગ્રાહકો માટે ખુશખબર છે. એસબીઆઇના ગ્રાહકો હવે એટીએમમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન કરી શકે છે. અત્યાર સુધી ગ્રાહકો મર્યાદિત સંખ્યામાં એટીએમથી ફ્રી ટ્રાન્જેક્શન કરી શકતાં હતા. જો કે અનલિમિટેજ ફ્રી ટ્રાન્જેક્શનનો લાભ લેવા માટે ગ્રાહકોએ બેન્કની કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

ખાતામાં રાખવું પડશે મિનિમમ બેલેન્સ


જો તમે અનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન કરવા માંગતા હોય તો એકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ એક લાખ રૂપિયા રાખવું પડશે. ત્યારે જ તમે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા ગ્રુપના એટીએમથી એનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન કરી શકશે. આરબીઆઇએ એસબીઆઇને તે નિર્દેશ આપ્યાં છે કે તે પોતાના ગ્રાહકોને પ્રતિ મહિના એક નિશ્વિત સંખ્યામાં ફ્રી એટીએમ રાન્જેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવે. એસબીઆઇએ 31 ઓક્ટોબરથી એટીએમથી દરરોજ પૈસા ઉપાડવાની લિમિટને 40 હજાર રૂપિયાથી ઘટાડીને 20 હજાર રૂપિયા કરી દીધી છે.

મંથલી એટીએમ ટ્રાન્જેક્શનની આ છે મર્યાદા


હાલ એસબીઆઇના ખાતાધારકોને મેટ્રો સીટીમાં 8 ફ્રી એટીએમ ટ્રાન્જેક્શનની સુવિધા દર મહિના મળે છે. તેમાં 5 ટ્રાન્જેક્શન એસબીઆઇ એટીએમ અને 3 ટ્રાન્જેક્શન અન્ય બેન્કના એટીએમથી કરી શકો છે. તેવામાં નૉન મેટ્રો સીટીના ખાતા ધારકો માટે આ લિમિટ 10 ફ્રી ટ્રાન્જેક્શન પ્રતિ મહિના છે. આ લિમિટ પાર થતાં 5 રૂપિયાથી લઇને 20 રૂપિયાનો ચાર્જ આપવો પડે છે જેમાં જીએસટીનો સમાવેશ થતો નથી.

10 ફ્રી ટ્રાન્જેક્શન

25 હજાર રૂપિયાના મંથલી એવરેજ બેલેન્સ રાખનારા એસબીઆઇ ખાતા ધારકોએ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા ગ્રુપના કોઇપણ એટીએમથી દર મહિને 10 ટ્રાન્જેક્શન ફ્રીની સુવિધા મળે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter