Viral : લગ્ન બાદ સિદ્ધીવિનાયક મંદિર પહોંચ્યા દીપવીર, લીધા બાપ્પાના આશિર્વાદ

ન્યૂલીવેડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ શુક્રવારે સવારે ગણપતિ બાપ્પાના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. બંને મુંબઇના સિદ્ધીવિનાયક મંદિર પહોંચ્યા હતા. કપલ સાથે દીપિકા-રણવીરના પરિવારજનોએ પણ બાપ્પાના આશિર્વાદ લીધાં.

View this post on Instagram

Power couple ❤️#deepikapadukone #ranveersingh

A post shared by Viral Bhayani (@viralbhayani) on


તસવીરોમાં દીપવીર સાથે એક-બીજા સાથે પરફેક્ટ કપલ લાગી રહ્યાં હતા. બંને લાઇટ કલરના આઉટફિટમાં જોવા મળ્યા. રણવીરે ક્રિમ કલરના કુર્તા-પાયજામાને જેકેટ સાથે ટીમઅપ કર્યુ હતુ તો દીપિકા લૉન્ગ ઇયરિંગ્સસ, લાલ ચૂડા, માથામાં સિંદૂર લગાવીને નવવધુના લુકમાં નજરે પડી હતી.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન બે જુદા-જુદા રીતિ-રિવાજથી થયા છે. ઇટલીમાં કોંકણી અને સિંધી વિધીથી લગ્ન કર્યા બાદ બેંગલુરૂમાં રિસેપ્શન અને મુંબઇમાં એક આફ્ટર વેડિંગ સેલિબ્રેશન કરી રહ્યાં છે.બોલુડની મસ્તાની અને સિંબાના લગ્નનું વધુ એક રિસેપ્શનનું આયોજન કરાયું હતું


આ રિસેપ્શનમાંથી દિપિકા અને રણવીર સિંહના લુકની પ્રથમ તસવીર સામે આવી છે. તેમના લગ્નના આ રિસેપ્શનમાં દીપિકા અને રણવીર બંને વાઇટ અને ગોલ્ડન કોમ્બિનેશન ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. આ રિસેપ્શન મુંબઇની ગ્રેંડ હયાત હોટલમાં આયોજિત કરાયુ હતુ.


મળતી જાણકારી અનુસાર આજના રિસેપ્શનમાં આ જોડીના નજીકના મિત્રો, સંબંધીઓ અને મીડિયાના લોકો માટે રાખવામાં આવ્યું છે. દીપિકા અત્યારે સુધીના તેના દરેક વેડિંગ ફંક્શનમાં ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીના જ ડ્રેસમાં જોવા મળી રહી હતી.


28 નવેમ્બર બાદ 1 ડિસેમ્બરે મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં દીપવીર એક શાનદાર પાર્ટી આપી હતી. 1 ડિસેમ્બરે આયોજિત પાર્ટીમાં બોલીવુડની તમામ જાણીતી હસ્તીઓ શામેલ થઇ શકે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter