GSTV

સાત જન્મોની કસમ ખાધા બાદ 7 દિવસમાં જ લગ્નનો અંત, ઘરમાં પતિને બંધ કરી પત્ની થઈ ફરાર

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં એક દંપતિનું લગ્ન જીવન માત્ર એક અઠવાડીયું જ ચાલ્યુ. એક અઠવાડીયામાં તો પત્નીએ પોતાના પતિને ઘરમાં કેદ કરી ફરાર થઈ ગઈ હતી. આરોપ છે કે, આ નવવધૂ ઘરમાંથી ઘરેણા પણ ચોરીને સાથે લઈ ગઈ છે. આ મામલે પોલીસમાં ઘરવાળાઓએ ફરિયાદ પણ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, સાત ફેબ્રુઆરીના રોજ કરસોગ નિવાસી એક શખ્સના લગ્ન થયા હતા. પતિએ પોલીસ સામે જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરીના રોજ તેમના લગ્ન થયા હતા. માત્ર એક જ અઠવાડીયામાં એટલે કે, 7 ફેબ્રુઆરીના રોજ તેની પત્ની અડધી રાતે પોતાના પતિને રૂમમાં બંધ કરી નાસી ગઈ, ત્યારથી લઈ હજૂ પરત આવી નથી. પત્ની ગાયબ થતાં સમગ્ર પરિવારે શોધખોળ આદરી હતી, પણ હાથમાં આવી નથી. ત્યાર બાદ ઘરવાળાઓએ પિયર પક્ષમાં ફોન કરી જાણ કરી હતી.

પોતાના પતિને છોડી નાસી ગયેલી પત્નીએ બે દિવસ બાદ પોતાના પરિવારમાં ફોન કરી પિતાને જણાવ્યું કે, હવે તેને શોધવાની કોશિશ કરતા નહીં. આટલું કહી તેણે ફોન મુકી દીધો હતો. આ નવવધુ પોતાની સાથે સોનાના ઘરેણા પણ લઈ ગઈ છે.

READ ALSO

Related posts

‘કોઇ અસામાજિક તત્વો સાથે મારી સાંઠગાંઠ નથી,મારી રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ’-હકુભા જાડેજા

Bansari

ડ્રગ્સ કાંડમાં એનસીબી ઘરે પહોંચે પહેલાં કરણ જોહરે આખરે મૌન તોડ્યું, જાણી લો કયા કર્યા ખુલાસા

Mansi Patel

VIDEO: સાંપને પકડવાની કોશિશ શખ્સને પડી ભારે, અચનાક સામે અજગર આવ્યો અને પછી જે બન્યુ…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!