GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

નાગેશ્વર રાવ નહીં હવે આ છે CBIના નવા બોસ : પ્રથમ દિવસ નહી રહે સામાન્ય, લાગ્યું છે મમતાનું ગ્રહણ

પશ્વિમ બંગાળમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે સીબીઆઈના નવા વડા રૂષિ કુમાર શુક્લાએ પદભાર સંભાળ્યો. તેઓ આજે સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા જ્યાં તેમણે સીબીઆઈનો પદ ભાર સંભાળ્યો. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં તમામ નાટકીય ઘટનાક્રમ બાદ સીબીઆઇને અંતે નિયમિત બોસ મળી ગયા છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી હાઇપાવર્ડ કમિટીએ આઇપીએસ અધિકારી ઋષિકુમાર શુક્લાને સીબીઆઇના નવા ડાયરેક્ટર તરીકે નિમણૂંક કર્યા હતા. 1983 બેચના આઇપીએસ અધિકારી ઋષિકુમાર શુક્લા મધ્યપ્રદેશના ડીજીપી પણ રહી ચુક્યા છે. 10 જાન્યુઆરીએ આલોક વર્માને ડાયરેકટર પદેથી હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે એમ.નાગેશ્વર રાવને વચગાળાના ડાયરેક્ટર તરીકે નિમણૂંક કર્યા હતા. ત્યારથી આ પદ ખાલી હતુ. ઋષિકુમાર શુક્લાનો કાર્યકાળ બે વર્ષનો હશે. શુક્લાને સીબીઆઇની કમાન એવા સમયે મળી છે કે જ્યારે આ પ્રમુખ તપાસ એજન્સી સતત વિવાદોમાં ઘેરાઇ રહી છે.

આ મામલે આજે સુનાવણી કરવી જરૂર નથી

કોલકત્તામાં પોલીસ અને સીબીઆઈની અધિકારીઓ વચ્ચે  થયેલા વિવાદ બાદ સીબીઆઈને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. સીબીઆઈએ સુપ્રીમમાં કરેલી અરજી અંગે કોર્ટે સુનવાણી આવતી કાલ સુધી ટાળી છે. જેથી સુપ્રીમમાં હવે આવતી કાલે સુનાવણી થશે. સીજેઆઈએ ટિપ્પણી કરી કે, આ મામલે આજે સુનાવણી કરવી જરૂર નથી. કોર્ટમાં સરકારી વકીલે પુરાવા નષ્ટ કરવાની આશંકા વ્યક્ત કરી હતી.  તો સુપ્રીમે પુરાવા નષ્ટ થવાનું પ્રમાણ માગ્યુ હતું. સાથે ટિપ્પણી કરી હતી કે, પુરાવાના આધારે એવી કાર્યવાહી થશે કે, પોલીસ કમિશનર પણ પસ્તાશે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી પોલીસ કમિશનર વિરૂદ્ધ અવમાનનાનો આરોપ લગાવ્યો. સીબીઆઈનો આરોપ છે કે, પોલીસ ચીટ ફંડની તપાસમાં  અડચણ ઉભી કરી રહી છે. આ ઉપરાંત સીબીઆઈ બંગાળના રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી શકે છે. દેશના ઈતિહાસમાં કોઈ રાજ્યની પોલીસે સીબીઆઈના પાંચ અધિકારીઓની અટકાયત કરી હોય તેવી પહેલી ઘટના બની હતી.

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, ચીન સાથે ઘર્ષણનાં મામલે ઉઠાવ્યા ગંભીર સવાલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!