GSTV

નવી ગાઇડલાઇનને લઇને વકર્યો વિવાદ: રાજકીય કાર્યક્રમો તેમજ સામાજીક મેળાવડાઓમાં 400 લોકોની છૂટ!

રૂપાણી

Last Updated on July 30, 2021 by pratik shah

રાજ્ય સરકારે કોરોનાની જાહેર કરેલી નવી ગાઇડલાઇનને લઇને વિવાદ થયો છે. નવી ગાઇડલાઇન મુજબ લગ્ન પ્રસંગમાં ફક્ત 150 લોકોનો જ ઉપસ્થિત રહેવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે કે રાજકીય કાર્યક્રમોમાં 400 લોકોને છૂટ આપવામાં આવી છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા મળેલી કોર કમિટીની બેઠકમાં લગ્ન સમારોહમાં હવે 200ને બદલે 400 લોકો ઉપસ્થિત રહી શકશે તેવી જાહેરાત કરવામાં આવી હતી… તેમજ 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપવામાં આવી.

લગ્નપ્રસંગમાં 400ની જગ્યાએ સંખ્યામાં ઘટાડો કરીને 150 લોકોને મંજૂરી આપી

જ્યારે કે ગણેશોત્સવ ઊજવવાની પણ છૂટ આપી છે. પરંતુ નવી કોવિડ ગાઈડલાઈન્સ જાહેર કરી એમાં સરકારે ફેરવી તોળ્યું છે. નવી ગાઇડલાઇન મુજબ સરકારે લગ્નપ્રસંગમાં 400ની જગ્યાએ સંખ્યામાં ઘટાડો કરીને 150 લોકોને મંજૂરી આપી છે. જ્યારે રાજકીય અને ધાર્મિક પ્રસંગોમાં 400 લોકોને છૂટ અપાઈ છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ ઓછુ થતા આગામી 31 જુલાઈથી નવી ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ અનુસાર સામાજિક કાર્યક્રમમાં મહત્તમ 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ કારણોસર એક ગેરસમજ લોકોમાં ફેલાઈ ગઈ હતી. જે એ હતી કે, લગ્નને સામાજિક કાર્યક્રમમાં ગણવામાં આવે કે નહીં. જેના માટે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય સામાજિક મેળાવડામાં મહત્તમ 400 લોકોને મંજૂરી અપાઈ છે.

જ્યારે હવે આ ગાઈડલાઈન બાદ ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી ગરમાઈ ગઈ છે. આ મુદ્દે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કોવિડ ગાઇડલાઇન અંગે સરકારની સ્પષ્ટતા કરવાનું જણાવ્યું છે.

લગ્નને સામાજિક કાર્યક્રમમાં નહી ગણવાની સ્પષ્ટતા કરવાનું કહ્યું છે. સરકારના આ નિર્ણયથી કેટરિંગ એન્ડ હોટેલ એસોસિએશનને  અન્યાય ગણાવ્યો છે. તેની સાથે સરકારને ફેર વિચારણા કરે તેવી માંગ પણ કરી છે. નિયમો બધા માટે સરખા છે. લગ્નપ્રસંગમાં માત્ર 150 લોકોને જ મંજૂરી અપાઇ છે. સામાજિક કાર્યક્રમમાં મહત્તમ 400 લોકોને મંજૂરી અપાઈ છે. લગ્નમાં પણ 400 માણસની છૂટછાટ આપવાને લઈને માગ ઉઠી છે. ઉલ્લખેનીય છે કે, સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય સામાજિક મેળાવડામાં મહત્તમ 400 લોકોને મંજૂરી છે અને મરણ પ્રસંગમાં 40 લોકોને મંજૂરી આપવામાં આવી છે. જયારે હવે લગ્નમાં લોકોની મંજૂરીને લઈને વિવાદ ચરણસીમાએ પહોંચ્યો છે.

READ ALSO

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!