GSTV

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક, ખેડુતો ખુશખુશાલ

Last Updated on July 7, 2019 by

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને પગલે મુખ્ય જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. વરસાદને કારણે પંચમહાલના પાનમ ડેમમાં નવા નીર આવતા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. બીજી તરફ મધુબન ડેમમાં પણ ગત રાત્રિથી નવા નીરની આવક થઇ છે. જો કે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા પાણીની આવકમાં થોડો ઘટાડો થયો છે. આ તરફ નવસારીના દેવધા ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે. દેવધા ડેમમાં જળસપાટી વધતા ડેમના દરવાજા ખોલી દેવાયા. તો મહુવાના ઉમરા ગામે આવેલા મધર ઇન્ડિયા ડેમમાં પણ પાણીની આવક શરૂ થઇ જેના કારણે ખેડૂતોમાં આનંદ છવાયો. તળિયા ઝાટક થઈ ગયેલા ડેમમાં પાણીની આવક થતા ડેમ પર સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.

READ ALSO

Related posts

અર્જુનભાઈ મોઢવાડિયાનો શિક્ષણમંત્રીને પત્ર: વિદ્યાસહાયકોની ભરતી અને TET પ્રમાણપત્રની વેલિડીટી આજીવન કરવાની કરવા રજૂઆત

Pravin Makwana

કોરોના/ મોદી સરકારે લીધો મોટો નિર્ણય : આ રાજ્યોને બનાવશે ટાર્ગેટ, કેરળમાં કેસો બેકાબૂ બનતાં મોકલી નિષ્ણાતોની ટીમ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!