GSTV

મોટા સમાચાર / પાકિસ્તાનમાં ક્રિકેટ પર ફરી આતંકનો પડછાયો, સુરક્ષાને લઈને ન્યુઝીલેન્ડ પ્રવાસ કરાયો રદ્દ

Last Updated on September 17, 2021 by Pritesh Mehta

પાકિસ્તાન ક્રિકેટ પર સંકટના વાદળો ફરી એકવાર ઘેરાયા છે. ન્યુઝીલેન્ડનો પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોને લઈને આ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન પ્રવાસ પર ન્યુઝીલેન્ડ 3 વન ડે અને 5 ટી20 મેચની સિરીઝ રમવાની હતી.

  • ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ કરાયો
  • સુરક્ષા કારણોસર ન્યૂઝીલેન્ડ સરકારે કર્યો રદ્દ
  • ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પણ સરકારના આદેશને માન્યો
  • કિવિ ટીમ પ્રવાસ અધવચ્ચેથી જ રદ્દ કરીને પરત ફરશે
  • હાલ ન્યૂઝીલેન્ડની ટીમ છે પાકિસ્તાનના પ્રવાસે
  • આજે સાંજે જ રાવલપિંડીમાં રમાનારી હતી ટી20 મેચ
પાકિસ્તાન

ન્યુઝીલેન્ડના પાકિસ્તાન પ્રવાસની શરૂઆત વનડે સિરીઝથી થવાની હતી/ સિરીઝની ત્રણ મેચ રાવલપિંડીમાં રમાવાના હતા. જેની આજથી શરૂઆત થવાની હતી. પરંતુ, પહેલી મેચમાં ટોસ પહેલા જે થયું તેને કારણે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓમાં દહેશત ફેલાઈ ગઈ. અહેવાલો છે કે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ મેદાનમાં ઉતારવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

આ પહેલા, રાવલપિંડીમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર પહેલા વનડે મેચમાં માત્ર 20 મિનિટનો સમય બાકી હતો ત્યારે ત્યાં તોફાનની ખબરો આવવા લાગી. જેને લીધે ખેલાડીઓને સ્ટેડિયમ જવાને બદલે હોટલના રૂમમાં જ રહેવાની સૂચના આપવામાં આવી. તો ક્રિકેટ ફેન્સને પણ સ્ટેડિયમમાં પ્રવેશ ન આપવામાં આવ્યો. પરંતુ આ સમાચાર સામે આવ્યાના થોડા જ સમયમાં સમગ્ર પ્રવાસ જ રદ્દ કરી દેવાના સમાચાર સામે આવ્યા.

લાહોરમાં રમાવાની હતી ટી20 સિરીઝ

3 મેચની વનડે સિરીઝ બાદ ન્યુઝીલેન્ડ લાહોર ખાતે 5 ટી20 મેચની સિરીઝ પણ રમવાની હતી. પરંતુ રાવલપિંડીમાં જે કઈ થયું ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમને વતન પરત ફરવું જ વધુ યોગ્ય લાગ્યું. ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ તરફથી વતન પરત ફરવા માટે વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના આ પગલાંથી પાકિસ્તાને જે પોતાની ધરતી પર ઘણા લાંબા સમય બાદ યજમાની કરવાનું સપણુંય જોયું હતું તે તો હાલ ટલ્લે ચઢેલું દેખાઈ રહ્યું છે.

હવે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા પણ પ્રવાસ કરતા પહેલા વિચારશે

ન્યુઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો પણ પાકિસ્તાનનો પ્રવાસ કરવાની છે. પરંતુ કીવી ટીમનો પ્રવાસ રદ્દ કરીને ઘરે પરત ફરવાનો નિર્ણય બાદ હવે તેઓપ ન પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કરતા પહેલા વિચાર કરશે. ઇંગ્લેન્ડ T20 વિશ્વકપ પહેલા પાકિસ્તાનનો પ્રવાસ કરવાની છે. આ બંને ટીમો ઉપરાંત આગામી વર્ષે કોઈ બીજી મોટી ટીમનું પાકિસ્તાન આવવું નક્કી હતું. પરંતુ હવે આ સસ્પેન્સ પર તલવાર લટકી રહી છે. અને આ ન તો પાકિસ્તાન ક્રિકેટ માટે સારા સમાચાર છે ન તો ત્યાંના ક્રિકેટ ફેન્સ માટે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!