ન્યૂઝિલેન્ડની ક્રાઈસ્ટ ચર્ચની મસ્જિદ ફાયરિંગમાં 49એ જીવ ગુમાવ્યો, 9 ભારતીયો ગુમ, 40 ઘાયલ

new zealand terrorist attack

ન્યૂઝીલેનેન્ડના ક્રાઈસ્ટ ચર્ચની મસ્જિદમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મસ્જિદમાં જ્યારે ફાયરિંગ થયું ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ મસ્જિદમાં હતી. જોકે, ક્રિકેટ ટીમના ખેલાડીઓનો આબાદ બચાવ થયો હતો. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ નમાઝ માટે મસ્જિદમાં ગઈ હતીય જે દરમ્યાન આ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ.

ફાયરિંગની ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરે 50 રાઉન્ડ ફાયરિંગ કર્યુ છે.

ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં આવેલા ઈમિગ્રન્ટ્સ પર શુક્રવારની નમાજ પહેલા ભયાનક હુમલો થયો હતો. કોઈપણ દેશમાં થયેલો આ પ્રકારનો આ ભયાનક વંશીય હુમલો છે. હુમલાખોર વ્હાઈટ સુપ્રીમસીની વાત કરતાં પહેલા અલ નૂર મસ્જિદમાં ઘૂસી ગયો હતો. દરવાજો બંધ કરીને બોલ્યો પાર્ટી શરૂ ! પછી ગોળી વરસાવાની શરૂ કરી તેમાં 41 લોકો માર્યા ગયા. ત્યારબાદ તે 6.5 કિમી દૂર લિનવૂડ મસ્જિદ પહોંચ્યો ત્યાં 7 લોકોને મારી નાંખ્યા. એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. 40 લોકો ઘાયલ છે.

હુમલાખોરે મસ્જિદમાં ઘૂસતા પહેલાં ફેસબુક પર લાઈવ સ્ટ્રિમિંગ શરૂ કર્યું હતું. ટેરેન્ટે ફેસબુક લાઈવ પર કારમાં જમા કરેલા હથિયાર પણ બતાવ્યા હતા. બેકગ્રાઉન્ડમાં સર્બિયન મ્યુઝીક વાગી રહ્યું હતું અને તે સેટેલાઈટ નેવિગેશન દ્વારા કાર ચલાવી રહ્યો હતો.

ફાયરિંગની ઘટના બાદ ન્યૂઝીલેન્ડના પીએમ જૈસિંડા ઓર્ડર્ને પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ કે,મસ્જિદમાં અનેક જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યુ. હુમલો કરનારને ઝડપી પાડવા પોલીસ કામે લાગી છે. ન્યૂઝીલેન્ડમાં હિંસાનું કોઈ સ્થાન નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter