GSTV

WTC Final / ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ તૂટ્યું, ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ

Last Updated on June 23, 2021 by Zainul Ansari

ટીમ ઈન્ડિયાનું ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ તૂટી ગયું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલના અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડે 8 વિકેટથી ફાઈનલ જીતી. આ સાથે જ ન્યૂઝીલેન્ડ ટીમ ટેસ્ટની પ્રથમ વિશ્વ વિજેતા ટીમ બની.

આ ન્યૂઝીલેન્ડ માટે પ્રથમ આઈસીસી ટ્રોફી છે. કારણ કે છેલ્લા બે વર્લ્ડ કપની ફાઈનાલિસ્ટ કિવી ટીમ આ પહેલા ક્યારે આઈસીસીની ટૂર્નામેન્ટ જીતી નથી. ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં માત્ર 170 રનમાં ઓલઆઉટ થઈ. આ સાથે જ ન્યૂઝીલેન્ડને 53 ઓવરમાં જીત માટે 139 રનનો લક્ષ્યાંક મળ્યો.

અશ્વિને ન્યૂઝીલેન્ડના બંને ઓપનર કોનવે અને લેથમની વિકેટ સાથે ટીમ ઈન્ડિયા માટે જીતની આશા જગાવી, પરંતુ કેપ્ટન કેન વિલિયમ્સન અને રોસ ટેલરની ભાગીદારી સામે ટીમ ઈન્ડિયાના બોલર્સ બેકફૂટ પર ધકેલાઈ ગયા. બીજી ઈનિંગમાં કેન વિલિયમ્સને અને રોસ ટેલરે રન સાથે ન્યૂઝીલેન્ડને વિશ્વ વિજેતા બનાવ્યું. આ સાથે જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં વધુ એક આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું પણ અધૂરુ રહી ગયું.

ન્યૂઝીલેન્ડ તરફથી બીજી ઈનિંગમાં ટીમ સાઉથીએ 4 વિકેટ ઝડપી. તો ટ્રેન્ટ બોલ્ટે ત્રણ, જેમિસને 2 અને નીવ વેગ્નરે એક વિકેટ ઝડપી,,તો ટીમ ઈન્ડિયા તરફથી બીજી ઈનિંગમાં પંત 41 રન સાથે હાઈએસ્ટ સ્કોરર રહ્યો.

Read Also

Related posts

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari

3 ઓક્ટોબરે યોજાશે JEE (Advanced) 2021ની પરીક્ષા, કોરોના ગાઇડલાઇન સાથે યોજાશે એક્ઝામ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!