GSTV

WC 2019: આજે નક્કી થશે સેમી ફાઇનલની ત્રીજી ટીમ, જો આવું થયુ તો પાકિસ્તાનની આશા રહેશે જીવંત

Last Updated on July 3, 2019 by Bansari

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આજની મેચ વિશેષ કરીને ઈંગ્લેન્ડ માટે ખુબ મહત્ત્વની છે. ઈંગ્લેન્ડની અને ન્યૂઝીલેન્ડની આખરી લીગ મેચ છે. ઈંગ્લેન્ડના ૮ મેચમાંથી ૧૦ પોઈન્ટ છે અને જો તેઓ જીતશે તો ૧૨ પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી જશે. જ્યારે ન્યૂઝીલેન્ડના ૧૧ પોઈન્ટ હોઈ તેઓ હારશે તો પણ સેમિફાઈનલમાં પ્રવેશ માટે લગભગ નિશ્ચિત છે. ઈંગ્લેન્ડ માની લો કે હારે તો પણ શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની મેચો બાકી હોઈ તેઓ તેમની મેચ હારે તો ઈંગ્લેન્ડ માટે તક જીવંત રહી શકે તેમ છે.

જો ઈંગ્લેન્ડ જીતશે તો શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ તેમની બાકીની મેચો જીતે તો પણ તેઓ ફેંકાઈ જશે કેમ કે કોઈના ૧૨ પોઈન્ટ થાય તેમ નથી.

ઈંગ્લેન્ડે ભારતને ૩૧ રને પરાજય આપીને તેમની આશાને સજીવન કરી છે. ઈંગ્લેન્ડ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે હારીને ભારત જેવી મજબુત ટીમ સામે ઉતર્યું હતું. તેથી તેઓની જીત માટે શંકા સેવાતી હતી.

બેરિસ્ટો (૧૧૧) અને  રોય (૬૬) તેમજ સ્ટોક્સ (૭૯)ની આક્રમક રમત અને ફોર્મ તેમજ ફાસ્ટ બોલરોએ મેળવેલી ભારત સામની વેધકતા જોતા ન્યૂઝીલેન્ડ સામે તેઓ જીતી શકે છે. ન્યૂઝીલેન્ડે નિર્ણાયક સમયે જ આત્મવિશ્વાસ ગુમાવ્યો છે. તેઓ પાકિસ્તાન અનેતે  પછી ઓસ્ટ્રેલિયા સામે હાર્યા છે. ઈંગ્લેન્ડના પ્લેનકેટ (ભારત સામે ૫૫/૩) અને વોક્સ ન્યૂઝીલેન્ડના બેટસમેનોને ભારે પડશે. ન્યૂઝીલેન્ડની ગપ્ટીલ, લાથમ, નિકોલ્સ, મુનરો સરિયામ નિષ્ફળ રહ્યા છે. 

વિલિયમન, ટેલર, ગ્રેન્ડહોમ પર બેટિંગનો અને બોલિંગમાં બોલ્ટ પર આધાર છે. ફર્ગ્યુસનની બોલિંગ ડિપાર્ટમેન્ટમાં નોંધ લઈ શકાય બાકીના બોલરો પ્રભાવી નથી રહ્યા. ગપ્ટીલે છ ઈનિંગમાં ૮૫ રન કર્યા છે. જેમાં પાંચ ઈનિંમગાં ૧૨ રન  જ કુલ છે. લાથમની બેટિંગ સરેરાશ આ વર્લ્ડકપમાં ૮.૨ છે.

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર વોક્સે કહ્યું હુતં કે અમે દબાણ હેઠળ જ શ્રેષ્ઠ પ્રતિભા બહાર લાવી શક્યા છીએ. તે આત્મવિશ્વાસ વધારનારું પાસુ છે. ખરેખર તો અમે વર્લ્ડકપ આ તબક્કે પહોંચે  ત્યાં સુધીમાં ક્વોલિફાય થઈ ગયા  હોવા જોઈતા હતા પણ હવે ઈંગ્લેન્ડ કરી બતાવશે. ન્યૂઝીલેન્ડ સ્પિનર ઈસ સોધીના સ્થાને મિડિયમ પેસર હેનરીનો સમાવેશ કરશે તેમ લાગે છે. ટરીવરસાઈડ સ્ટેડિયમની પીચ સ્પિનરો માટે અનુકૂળ નથી. ન્યૂઝીલેન્ડના બેટિં કોચ ક્રેગ મેકમિલને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અમે અમારા મુકામ ભણી આગેકૂચ કરી રહ્યા છીએ. અણે હજુ  બેટિંગ લાઈનઅપમાં નિર્ણાયક મેચો વખતે ઝળકી ઊઠીશું તો ખુબ સારી સ્થિતિ મેળવીશું.

ઈંગ્લેન્ડ: બેરસ્ટો, રોય, રૂટ, મોર્ગન, બટલર, સ્ટોક્સ, મોઈનઅલી, વોક્સ, પ્લેનકેટ, વુડ, રશિદ, આર્ચર, વિન્સ, કરન, ડોસન, ડેન્લી, હેલ્સ, વીલી (વિન્સ રીપ્લેસમન્ટ હતો).

ન્યૂઝીલેન્ડ: ગપ્ટીલ, નિકોલ્સ, મુનરો, લાથમ, વિલિયમસન, ટેલર, ગ્રેન્ડહોમ, નિશમ, બોલ્ટ, હેનરી, ફર્ગ્યુસન, સાન્ટનર, સોધી, બ્લનડેલ, સાઉથી.

Read Also

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!