GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

WC FINAL : ENG VS NZ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટાઈ, પ્રથમ વખત સુપર ઓવરથી નક્કી થશે વિશ્વકપ વિજેતા

આઈસીસી વર્લ્ડ કપ 2019 ફાઈનલ મેચ ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ વિશ્વ ક્રિકેટને નવી ચેમ્પિયન આપવા માટે તૈયાર છે.

ન્યૂઝિલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. જેમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્યારે આ લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડ 241 રન કરી શક્યું હતુ. અને મેચમાં ટાઈ પડી હતી. સુપરઓવરથી વર્લ્ડ કપનો વિજેતા થશે નક્કી.

જેમાં ન્યૂઝીલેન્ડનાં ઓપનર હેનરી નિકોલ્સે સર્વાધિક 77 બોલમાં 55 રન કર્યા હતા તે સિવાય વિકેટકીપર ટોમ લેથમે 56 બોલમાં 47 રનની યાદગાર ઈનિંગ રમી હતી. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સ અને લિયમ પ્લન્કેટે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે કેપ્ટન કેન વિલિયમ્સન સંઘર્ષ કરતાં 53 બોલમાં 30 રન કર્યા હતા. જ્યારે અન્ય કોઈ બેટ્સમેન 25 રનનો આંક વટાવી શક્યું ન હતું. જયારે ઓપનર માર્ટિન ગુપ્ટિલે 18 બોલમાં 19 રન કર્યા હતા.

આ રમત 3.15 વાગ્યે શરૂ થવાની ધારણા છે. ઈંગ્લેન્ડ ટીમ 27 વર્ષ પછી ફાઇનલમાં પહોંચી છે. આ તેની ચોથી ફાઈનલ છે. તે ત્રણ વખત ફાઇનલમાં રમી છે પણ એક પણ વખત તે ખિતાબ જીતી નથી. ત્યારે ન્યૂઝિલેન્ડ ટીમ બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. 2015 ના વર્લ્ડકપ ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયા ન્યૂ ઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યું હતુ.

ઇંગ્લેન્ડ: જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, માર્ક વુડ, જોફ્રા આર્ચર, લિયમ પ્લેનકેટ અને આદિલ રશિદ

ન્યૂઝીલેન્ડ: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન, રોઝ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશમ, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ

READ ALSO

Related posts

લોકડાઉન: શ્રમિક સ્પેશિયલ ટ્રેન મામલે કેન્દ્ર અને કેટલાક રાજ્યો વચ્ચે વિવાદ યથાવત, આરોપ પ્રત્યારોપનો મારો

pratik shah

અગાઉ આ દેશમાં કોરોનાના હજારો કેસ હતા, અત્યારે સંક્રમણ દર શૂન્ય!

Mansi Patel

થાળીઓ અને દીવા પ્રગટાવનારા મોદી એટલા માટે ચૂપ છે કે 10માંથી 7મા સ્થાન સુધી પહોંચતા ભારતને હવે 7 દિવસ પણ નહીં થાય

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!