GSTV
Home » News » આ યુવા બેટસમેનની બેટિંગ પર ફિદા થયો કીવી બોલર

આ યુવા બેટસમેનની બેટિંગ પર ફિદા થયો કીવી બોલર

ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે યુવા બેટસમેન પૃથ્વી શૉની પ્રશંસા કરતા કહ્યું છે કે, મુંબઇના આ બેટસમેનનું ભવિષ્ય ઉજ્જવળ છે. ઉલ્લેખનીય છેકે, પૃથ્વીએ બીસીસીઆઇ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન તરફથી રમતા 66 રન બનાવ્યા હતા.

બોલ્ટે કહ્યું કે, મેં સાંભળ્યું છેકે, તે 17 વર્ષનો છે. મને આના પર વિશ્વાસ થતો નથી. તે ઘણું સારું રમી રહ્યો છે. મને લાગે છે કે, પ્રારંભમાં બોલ સારો સ્વિંગ થઇ રહ્યો હતો અને એવું નહોતું લાગતું કે તે આનાથી પરેશાન છે. બોલ્ટે કહ્યું કે, એ સંભવત: છે કે, તે એ ખેલાડીઓમાં સામેલ છે, જેનું ભવિષ્ય ઉજ્જવળ છે. પ્રથમ વખત તેને રમતા જોઇને હું ઘણો પ્રભાવિત થયો છું.

મેચમાં જીત હાંસલ ન થતાં નિરાશા વ્યક્ત કરતા બોલ્ટે કહ્યું કે, ઇનિંગ્સની શરૂઆતમાં વિકેટ હાંસલ કરવી મહત્વપૂર્ણ હોય છે. જો તમે પ્રથમ પાવર પ્લેમાં બે કે ત્રણ વિકેટ હાંસલ કરી લેતા હોય તો તેનાથી વિરોધી ટીમ પર દબાણ નાંખી શકો છો અને મેચમાં દબદબો બનાવી શકાય છે. પરંતુ, તે સારું રમ્યો.

Related posts

ન્યૂઝીલેન્ડનાં સ્પોર્ટસ મંત્રીનું ટ્વિટ, સુપર ઓવર મામલે કરશે આ નિર્ણય

pratik shah

શમીએ બચાવી મેચ તો રોહિતે જીતાડી સીરીઝ, અનોખા અંદાજમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડથી છીનવી જીત

pratik shah

IND vs NZ 3rd T20: વિલિયમ્સન આખી મેચને છેલ્લે સુધી ખેંચી ગયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!