જો આતંકી પોતાના મનસૂબામાં સફળ થયો હોત તો હચમચી ગઇ હોત આખી દુનિયા,કારણ કે….

ન્યૂઝીલેન્ડની સાઉથ આઈસલેન્ડ સીટીની બે મસ્જિદોમાં ફાયરીંગમાં 49 લોકોના મોત થયા છે. પોલીસે સેન્ટ્રલ ક્રાઈસ્ટચર્ચને ચોતરફથી ઘેરી લીધી છે. ક્રાઈસ્ટચર્ચમાં અલ નૂર મસ્જિની પાસે આ હુમલો થયો. પોલીસ કમિશનર માઇક બુશે જણાવ્યું કે ગનમેને બે મસ્જિદોમાં હુમલો કર્યો છે. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, મનાઈ રહ્યું છે કે તેઓ હુમલામાં સામેલ હતાં. સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.

હુમલો કરનાર આતંકી બ્રેંટન ટેરંટે તેના માટે કાયદેસર આખો પ્લાન તૈયાર કર્યો હતો. તેણે ઘટના સ્થળે જઇને રેકી કરી હતી. તેણે આ બંને મસ્જિદો ઉપરાંત અન્ય એક મસ્જિદ પર હુમલાની તૈયારી કરી હચીય પરંતુ તે તેના આ પ્લાનમાં સફળ ન થયો. તેણે 74 પાનાનો એક મેનિફેસ્ટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ હુમલાથી દુનિયાભરમાં ભયનો માહોલ છે. તેને લઇને અનેક સવાલ ઉઠી રહયાં છે. જેમાથી એક એ પણ છે કે તેના નિશાને હજુ ક્યા લોકો હતાં?

આતંકી યુરોપના કેટલાંક મોટા લોકોને મારવા માંગતો હતો. તેણે આ લોકોની લિસ્ટ પણ બનાવી રાખી હતી. તેમાં જર્મન ચાંસેલર એન્જેલા મર્કેલ, તુર્કી રાષ્ટ્રપતિ એદોર્ગન અને લંડનના મેયર સાદિક ખાનનું નામ પણ છે. સાથે જ આ લોકો વિશે નફરત અને ઘૃણાથી ભરપૂર ભડકાઉ ટિપ્પણીઓ પણ છે.

આતંકીએ શું લખ્યું

અમારા દેશના દુશ્મન જાણીતા લોકો છે. અમારા વંશના આ દુશ્મન અમારી વચ્ચે ઉંચા માથે ચાલે છે. તેમને લાગે છે કે તેમને કોઇ હાથ પણ ન લગાવી શકે. પરંતુ ટૂંક સમયમાં તેમને ખબર પડી જશે કે હકીકતમાં તેઓ કેટલી ગેરસમજણમાં જીવી રહ્યાં હતા. ગદ્દારોના મોત ગદ્દારોની જેમ જ થશે. કોઇ ફેર નથી પડતો કે તેમાં 3 વર્ષ લાગી જાય કે 30 વર્ષ.  આ લોકોએ અમારા વંશને ઘૃણિત કરવાની કિંમત ચૂકવવી પડશે. પછી એ ગમે તે રીતે હોય. ડ્રેનથી વિસ્ફોટ બાંધીને લઇ જવામાં આવે કે મોટરસાઇકલ પર બેગમાં લટકાવીને, કે પછી સીમેન્ટ ભરેલા ટ્રકોના કાફલાને ઘાત લગાવીને હુમલો કરવામાં આવે. કોઇપણ રીતે, જે આ દગાખોરોને તેમના માટે સજા આપે. તે યોગ્ય છે. તેને પ્રોત્સાહિત કરવા જોઇએ. જ્યાં ચાહ છે, ત્યાં રાહ છે.

જાણો કોણ છે હુમલાખોર?

મીડિયા રીપોર્ટ મુજબ, મસ્જિદોમાં ફાયરીંગના આરોપી બંદૂકધારીએ 17 મિનિટ સુધી લાઈવ વીડિયો બનાવ્યો. બંદૂકધારી હુમલાવરની ઓળખ બ્રેન્ટન ટેરન્ટના રૂપમાં થઈ છે. 28 વર્ષીય બ્રેન્ટન ટેરન્ટ ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે. લોકોએ જણાવ્યું કે હુમલાવરે પહેલા ડીન એવન્યૂમાં અલ નૂર મસ્જિદની પાસે પોતાની કાર પાર્ક કરી. પછી બંદૂક કાઢી અને મસ્જિદમાં ઘૂસીને અંધાધૂધ ફાયરીંગ કરવા લાગ્યો. જણાવાઈ રહ્યું છે કે તેઓ આર્મી ડ્રેસમાં હતાં. તેમણે લગભગ બે મેગેઝીન ફાયરીંગ કરી. તેમની ગાડીમાં બીજા ઘણાં હથિયાર પડ્યા હતાં.

હું મુસ્લિમોને નફરત કરતો નથી

ન્યૂઝીલેન્ડના હેરાલ્ડ મુજબ, હુમલા પહેલા તેમણે 74 પાનાનો એક મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો. આ મેનિફેસ્ટોમાં હુમલાવરે લખ્યું, ‘હું મુસ્લિમોને નફરત કરતો નથી, પરંતુ એવા મુસ્લિમોને નફરત કરુ છું, જે અમારી જમીન પર પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યાં છે અને ધર્મ પરીવર્તન કરી રહ્યાં છે.’

કેવીરીતે થયો હુમલો?

ક્રાઈસ્ટચર્ચ શહેર 15 માર્ચની સવારે અરેરાટી ફેલાઈ, જ્યારે અહીંની બે મસ્જિદોમાં અમૂક બંદૂકધારીઓએ ફાયરીંગ કરી દીધી. ફાયરીંગ એવા સમયે થઈ, જ્યારે 300થી વધુ લોકો અહીં નમાજ અદા કરવા માટે આવ્યા હતાં. ન્યૂઝીલેન્ડના મીડિયા મુજબ, અત્યાર સુધી 49 લોકોના મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે મસ્જિદમાંથી અચાનક ચીસો પાડવાની અવાજ આવી. શૂટર ગોળીઓ મારીને મસ્જિદમાં આવ્યા અને લોકોને મારી નાખ્યાં. મસ્જિદ અને રસ્તા પર અલગ-અલગ સ્થળો પર મૃતદેહો અને લોહી વહેલુ હતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter