GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

આજે આ ખુરશી પર મારી સાથે એક વીઆઈપી બેઠો છે, વાયરલ થઈ આ તસવીરો

ન્યૂઝીલેન્ડના સ્પીકર ટ્રેવર મલાર્ડ પાર્લામેન્ટમાં એક બાળકને રમાડતાં નજરે પડ્યાં. સાંસદ ટમોતી કોફેના પુત્રને ચાલુ સંસદે રમાડતા નજરે પડ્યાં.

એક તરફ સંસદમાં સાંસદો કોઈ કાયદાને લઈને ડિબેટ કરી રહ્યાં હતા તો બીજી તરફ સ્પીકર ટ્રેવર મલાર્ડ સાંસદના બાળકને ખોળામાં રાખી દૂધ પીવડાવી રહ્યાં હતા. આ તસવીરને સ્પીકરે પોતે ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.

ફોટોને શેર કરતાં ટ્રેવરે લખ્યું, સામાન્ય રીતે સ્પીકરની ખુરસી પર કોઈ પીઠાસીન અધિકારી જ બેસી શકે છે પરંતુ આજે આ ખુરશી પર મારી સાથે એક વીઆઈપી બેઠો છે. હું ટમોતી કોફે અને ટિમને ઘરના આ નવા સભ્યને લઈને અભિનંદન પાઠવું છું. આ તસ્વીર 21 ઓગસ્ટની છે જ્યારે ન્યૂઝીલેન્ડની સંસદમાં ચાલી રહેલી ડિબેટમાં એમપી ટમોતી કાફેએ પોતાના બાળક સાથે આવ્યા હતા.

પેટર્નિટી રજા પછી તેમનો સંસદમાં પહેલો દિવસ હતો. સોશિયલ મીડિયા પર આ પિકચર વાયરલ થઈ રહી છે અને વધુમાં વધુ લોકો તેને લાઈક કરી રહ્યાં છે. તો સાથે કોમેન્ટ્સ પણ આવી રહી છે , જેમાં કેટલાંક લોકોએ લખ્યું કે પાર્લામેન્ટમાં સારી વસ્તુ પણ થાય છે તે દર્શાવે છે. તો કેટલાંકે લખ્યું પિતા પણ કામની સાથે બાળકની સંભાળ રાખી શકે છે.

READ ALSO

Related posts

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

pratik shah

બાથરૂમમાં જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ, જાણો શું છે કારણ

pratik shah

કોંગ્રેસમાં રાજકીય ભૂંકપ: અક્ષય પટેલે તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું, પાર્ટી હાઈકમાન્ડને પત્ર દ્વારા આપ્યો સંદેશો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!