GSTV
Home » News » ‘કોહલી અને ટીમ ઇન્ડિયાથી બચીને રહેજો’, હવે તો ન્યૂઝીલેન્ડની પોલીસ પણ ‘વિરાટ સેના’ સામે ફફડી ઉઠી

‘કોહલી અને ટીમ ઇન્ડિયાથી બચીને રહેજો’, હવે તો ન્યૂઝીલેન્ડની પોલીસ પણ ‘વિરાટ સેના’ સામે ફફડી ઉઠી


વિરાટ સેનાએ પાંચ મેચની વન ડે સીરીઝમાં ન્યૂઝીલેન્ડ પર પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. નેયપર અને માઉન્ટ માઉંગાનુઇમાં બે ધમાકેદાર જીત બાદ ટીમ ઇન્ડિયા 2-0થી આગળ છે અને સોમવારે ત્રીજી વન ડેમાં ભારત 3-0થી અજેય જીત હાંસેલ કરીને સીરીઝ સીલ કરવા ઇચ્છશે.

આ સીરીઝમાં ભારતનો દબદબો જોઇને ન્યૂઝીલેન્ડની પૂર્વીય જિલ્લા પોલીસે કેન વિલિયમસનની કેપ્ટન્સી વાળી કીવી ટીમ પર કટાક્ષ કર્યો છે અને એક મજેદાર પોસ્ટ શેર કરી છે. માઉન્ડ માઉંગાનુઇમાં રમાયેલી બીજી વન ડે મેચમાં યજમાન ટીમનો 90 રનથી કારમો પરાજય થયો હતો. તે બાદ ન્યૂઝીલેન્ડની પૂર્વીય જિલ્લા પોલીસ નિરાશ છે જે બાદ પોલીસે ફેસબુક પેજ પર ચેતવણી આપી છે.

પોલીસે મજાકિયા અંદાજમાં જણાવ્યું કે કેવી રીતે ભારતીય ટીમે બંને મેચમાં યજમાન ટીમને ધૂળ ચટાડીય ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, પોલીસ અહીં રહેતાં લોકોને દેશની ટૂર પર આવેલા એક ગ્રુપના કારનામાઓ જણાવીને તેમને ચેતવણી આપવા માગે છે. એવા રિપોર્ટ આવ્યા છે કે આ ગ્રુપે માસૂમ લાગતાં ન્યૂઝીલેન્ડવાસીને નિપેયર અને માઉન્ટ માઉનગેઇમાં ખૂબ ખરાબ રીતે શોષિત કર્યા છે. જો તમે પોતાની સાથે ક્રિકેટ બેટ અથવા બોલ લઇને જઇ રહ્યાં હોય તો તમારે વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ પોસ્ટ સાથે ભારતીય ક્રિકેટ ટીમની જૂની તસવીર લગાવવામાં આવી છે, જેમાં કેએલ રાહુલ, સુરેશ રૈના અને બુમરાહ તથા આશીષ નહેરા પણ જોવા મળી રહ્યાં છે.

જણાવી દઇએ કે ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ઓવલ ખાતે પાંચ વનડે મેચોની સીરીઝની બીજી વનડે રમાઈ ગઇ. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી ચાર વિકેટના નુકસાન પર 324 રન બનાવ્યા અને મેજબાનને 325 રનનો ટાર્ગેટ આપ્યો. જોકે ન્યુઝીલેન્ડ આ ટાર્ગેટ સુધી પહોંચી ન સકતા માત્ર 234 પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ . આ સાથે ભારતે સીરીઝમાં 2/0ની લીડ લીધી છે.

Read Also

Related posts

પ્રિયંકાને રાજ્યસભામાં મોકલવા 4 રાજ્યોમાં ખેંચતાણ, જામી છે જોરદાર કોંગ્રેસમાં રસાકસી

Nilesh Jethva

ઘરે બેઠા કરો ચાર ધામ મંદિરની આરતી, ટૂંક સમયમાં મોબાઈલમાં આવશે લાઈવ પ્રસારણ

Pravin Makwana

આ તો રૂપાણી સરકાર જ કરી શકે, કાગળ પર જ ચીતરી દીધા મસમોટા આંકડા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!