GSTV
News World ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીના લગ્નમાં ઓમિક્રોનનું ગ્રહણ, આટલા કેસ આવતાં કેન્સલ કરવા પડ્યાં વિવાહ

ઓમિક્રોન

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને દેશમાં વધી રહેલા ઓમિક્રોન સંક્રમણને રોકવા માટે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો અંતર્ગત પોતાના લગ્ન કેન્સલ કરી દીધા છે. ન્યૂઝીલેન્ડમાં રવિવાર રાતથી જ આકરા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ અટકાવી શકાય તે માટે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં ઓમિક્રોનના કારણે સંક્રમણના કેસ વધી રહ્યા છે.

ઓમિક્રોન

એક લગ્ન બાદ ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા ત્યાર બાદ ત્યાં કોમ્યુનિટી સ્પ્રેડનું જોખમ વધ્યું

ન્યૂઝીલેન્ડમાં રવિવાર રાતથી જ માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. તે સિવાય મેળાવડાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કોઈ પણ કાર્યક્રમમાં સીમિત સંખ્યામાં જ લોકો સામેલ થઈ શકશે. હકીકતે ન્યૂઝીલેન્ડમાં એક લગ્ન બાદ ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા હતા. ત્યાર બાદ ત્યાં કોમ્યુનિટી સ્પ્રેડનું જોખમ વધ્યું છે.

ઓમિક્રોન

એક પરિવાર ઓકલેન્ડ ખાતે લગ્ન સમારંભમાં સામેલ થઈને પ્લેનથી સાઉથ આઈલેન્ડ પરત આવ્યો હતો. ત્યાર બાદ પરિવારના સદસ્યો અને ફ્લાઈટ અટેન્ડન્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બાદમાં ન્યૂઝીલેન્ડમાં પ્રતિબંધ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે, અનેક દેશવાસીઓની સાથે રહીને મેં પણ લગ્ન રદ કરવાનો નિર્ણય કર્યો છે અને આવી પરિસ્થિતિમાં મુકાનારા તમામ લોકો માટે મને ખેદ છે. હજારો દેશવાસીઓથી હું બિલકુલ અલગ નથી જેમને આ મહામારીની વિનાશક અસરોનો સામનો કરવો પડ્યો છે. સૌથી કઠિન વાત એ છે કે, આપણી ગમતી વ્યક્તિ બીમાર હોય ત્યારે આપણે તેમના સાથે પણ નથી રહી શકતા. ઉલ્લેખનીય છે કે, જેસિન્ડા પોતાના લોન્ગટાઈમ પાર્ટનર અને ફિશિંગ-શો હોસ્ટ ક્લાર્ક ગેફોર્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

Read Also

Related posts

બ્રાઝીલની 2 શાળાઓમાં ગોળીબાર: 3નાં મોત, 11થી વધુ ઈજાગ્રસ્ત, મૃતકોમાં 2 શિક્ષક અને 1 વિદ્યાર્થી સામેલ

Kaushal Pancholi

Video: વ્યક્તિને કિડનીની જરૂર હતી, અજાણ્યા વ્યક્તિએ મદદનો હાથ લંબાવ્યો ! ઉદારતા જોઈને દર્દી ભાવુક થઈને રડી પડ્યો

Kaushal Pancholi

લલિત વસોયાએ અભદ્ર શબ્દ સાથે ભાજપ પર કર્યો આકરો પ્રહાર, ભાજપના મિત્રોએ જ મારા નામનો ગ્લોબર પ્રચાર કરાવ્યો

pratikshah
GSTV