GSTV
Home » News » કોણ છે આ વ્યક્તિ, જેણે ન્યૂઝીલેન્ડની મસ્જિદોમાં હુમલો કર્યો

કોણ છે આ વ્યક્તિ, જેણે ન્યૂઝીલેન્ડની મસ્જિદોમાં હુમલો કર્યો

ન્યૂઝીલેન્ડની સાઉથ આઈસલેન્ડ સીટીની બે મસ્જિદોમાં ફાયરીંગમાં 27 લોકોના મોત થયા છે. પોલીસે સેન્ટ્રલ ક્રાઈસ્ટચર્ચને ચોતરફથી ઘેરી લીધી છે. ક્રાઈસ્ટચર્ચમાં અલ નૂર મસ્જિની પાસે આ હુમલો થયો. પોલીસ કમિશનર માઇક બુશે જણાવ્યું કે ગનમેને બે મસ્જિદોમાં હુમલો કર્યો છે. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, મનાઈ રહ્યું છે કે તેઓ હુમલામાં સામેલ હતાં. સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.

જાણો કોણ છે કથિત હુમલાવર?

મીડિયા રીપોર્ટ મુજબ, મસ્જિદોમાં ફાયરીંગના આરોપી બંદૂકધારીએ 17 મિનિટ સુધી લાઈવ વીડિયો બનાવ્યો. બંદૂકધારી હુમલાવરની ઓળખ બ્રેન્ટન ટેરન્ટના રૂપમાં થઈ છે. 28 વર્ષીય બ્રેન્ટન ટેરન્ટ ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે. લોકોએ જણાવ્યું કે હુમલાવરે પહેલા ડીન એવન્યૂમાં અલ નૂર મસ્જિદની પાસે પોતાની કાર પાર્ક કરી. પછી બંદૂક કાઢી અને મસ્જિદમાં ઘૂસીને અંધાધૂધ ફાયરીંગ કરવા લાગ્યો. જણાવાઈ રહ્યું છે કે તેઓ આર્મી ડ્રેસમાં હતાં. તેમણે લગભગ બે મેગેઝીન ફાયરીંગ કરી. તેમની ગાડીમાં બીજા ઘણાં હથિયાર પડ્યા હતાં.

બોલો, હું મુસ્લિમોને નફરત કરતો નથી

ન્યૂઝીલેન્ડના હેરાલ્ડ મુજબ, હુમલા પહેલા તેમણે 74 પાનાનો એક મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો. આ મેનિફેસ્ટોમાં હુમલાવરે લખ્યું, ‘હું મુસ્લિમોને નફરત કરતો નથી, પરંતુ એવા મુસ્લિમોને નફરત કરુ છું, જે અમારી જમીન પર પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યાં છે અને ધર્મ પરીવર્તન કરી રહ્યાં છે.’

કેવીરીતે થયો હુમલો?

ક્રાઈસ્ટચર્ચ શહેર 15 માર્ચની સવારે અરેરાટી ફેલાઈ, જ્યારે અહીંની બે મસ્જિદોમાં અમૂક બંદૂકધારીઓએ ફાયરીંગ કરી દીધી. ફાયરીંગ એવા સમયે થઈ, જ્યારે 300થી વધુ લોકો અહીં નમાજ અદા કરવા માટે આવ્યા હતાં. ન્યૂઝીલેન્ડના મીડિયા મુજબ, અત્યાર સુધી 27 લોકોના મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે મસ્જિદમાંથી અચાનક ચીસો પાડવાની અવાજ આવી. શૂટર ગોળીઓ મારીને મસ્જિદમાં આવ્યા અને લોકોને મારી નાખ્યાં. મસ્જિદ અને રસ્તા પર અલગ-અલગ સ્થળો પર મૃતદેહો અને લોહી વહેલુ હતું.

READ ALSO

Related posts

પાટણના આ ગામમાં બાળકીઓ જીવના જોખમે મેળવે છે પીવાનું પાણી

Nilesh Jethva

અમદાવાદના યુવકને વીજ ચોરી કરવી પડી મોંઘી, કોર્ટે આપી આટલા વર્ષની જેલ

Nilesh Jethva

તઝાકિસ્તાનની જેલમાં કોમી તોફાનમાં 32 લોકોનાં મોત, 24 ISના આતંકીઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!