અમેરિકામાં કોરોનાએ જબરદસ્ત કહેર વર્તાવ્યો છે. સૌથી ખરાબ હાલત ન્યુયોર્કની છે. શનિવારે ન્યૂયોર્કમાં સ્થિતિ બેકાબુ બની ગઈ છે. ન્યૂયોર્કની હેલ્થ સિસ્ટમ બરબાદ થવાની છે. શુક્રવારની આખી રાત એમ્બ્યુલન્સમાં સાયરન વાગતા રહ્યા. હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ફોન કોલ બંધ થવાનું નામ નથી લેતા.
ફોન ઉપાડવાળા સ્ટાફની પણ કમી
ડેવી મેલની એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ન્યૂયોર્કમાં હેલ્થ ઈમરજેન્સી માટે ફોન કોલમાં 40 ટકાનો વધારો થયો છે. દર રોજ લગભઘ 6500 જેટલા ફોન હેલ્થ ઈમરજન્સી માટે આવી રહ્યા છે. એક સમયે લગભગ 170 હેલ્થ ઈમરજન્સી માટે કોલ કરવાવાળીને હોલ્ડ ઉપર રાખી દેવામાં આવે છે. કેમ કે ફોન ઉપાડવાળા સ્ટાફની પણ કમી છે.ન્યૂયોર્ક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જ્યારે બહુ જરૂરી ના હોય તો હેલ્થ ઈમરજન્સી ઉપર કોલ ના કરે. હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે, સૌથી પહેલા જેને વધારે જરૂર હોય તેની સારવાર કરવામાં આવે.

દર 17 મિનિટે એક મોત
ગુરૂવાર અને શુક્રવારે ન્યૂયોર્કમાં કોરોના વાયરસના કારણે 85 લોકોના મોત થયા. આંકડા પ્રમાણે દર 17 મિનિટે એક મોત થયું. ન્યૂયોર્કમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે કુલ 450 લોકોના મોત થયા છે. અહિંયા સંક્રમણના કુલ 26,697 કેસ નોંધવામાં આવ્યા છે.
9 દિવસમાં બરબાદ થઈ જશે હોસ્પિટલ
સ્ટાફના જણાવ્યા પ્રમાણે ન્યૂયોર્કના હોસ્પિટલ વોર જોનમાં બદલાય ગયા છે. બીમાર લોકો લાઈનમાં ઉભા છે. એમ્બ્યુલંસ માટે પણ લાઈન લાગી છે. લોકો માસ્ક પહેરીને લાઈનમાં ઉભા છે. કેટલાક લોકો એવા છે જેએ ઓક્સીજન પાઈપ નાકમાં પહેરીને લાઈનંમાં ઉભા રહેવા મજબૂર છે
READ ALSO
- રસીકરણ મહાઅભિયાન: પહેલા તબક્કામાં કોને મળશે અને કોને નહિ!, શું છે ગાઇડલાઇનમાં નિયમો
- CORONA VACCINE: નોર્વેમાં કોરોના વેક્સિન લગાવ્યા બાદ અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત, ફાઈઝરની રસી ઉપર ઉઠ્યા સવાલો
- આજથી શરૂ થશે રસીકરણ મહાઅભિયાન, 287 કેન્દ્રો પર અપાશે રસી, 161 કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓને મળશે લાભ
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો