GSTV

અમેરિકાના એક શહેરનું નામ છે સ્વસ્તિક/ વિરોધ થતાં શહેરીજનોએ બતાવી દરિયાદિલી, મતદાન થતાં પરિણામ તમને ચોંકાવી દેશે !

અમેરિકામાં ન્યુયોર્કનાં એક ટાઉનનું નામ સ્વસ્તિક રાખવામાં આવ્યું છે, જો કે આ નામ શહેરનાં સંસ્થાપકો, પુર્વજોએ સંસ્કૃત શબ્દનાં પરથી સ્વસ્તિક રાખ્યું હતું, પરંતું બાદમાં સ્વસ્તિકને નાઝીઓનું પ્રતિક ગણાવી તેનો વિરોધ થવા લાગ્યો, અને શહેરને સ્વસ્તિક નામ રાખવા અંગે જનમત લેવામાં આવ્યો હતો, અને શહેરીજનોએ તે શહેરનાં જુના નામ માટે મત આપ્યો.

આશ્વર્યની બાબત એ છે કે આ નામની વિરૂધ્ધ એક પણ વોટ ન પડ્યો, અને આ શહેરનું નામ ફરીથી સ્વસ્તિક જ રહ્યું, શહેરીજનોનું કહેવું છે કે નાઝી પ્રતિક સાથે આ શહેરનાં નામને કોઇ લેવા દેવા નથી. શહેરનાં બ્લેક બ્રુક ટાઉન બોર્ડે સર્વસંમત્તીથી સ્વસ્તીક નામ નહીં બદલવા માટે વોટ આપ્યો, શહેરનાં વહીવટની જવાબદારી આ બોર્ડ પર છે, બ્લેક બ્રુકનાં વહીવટકર્તા જોન ડગ્લાસે આ માહિતી આપી. તેમના જણાવ્યા મુજબ શહેરનું નામ સ્વસ્તીક શહેરનાં મુળ નિવાસીઓ દ્વારા 1800નાં દાયકામાં રાખવામાં આવ્યું હતું અને શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યો છે, જેના અર્થ કલ્યાણ થાય છે. તેમણે કહ્યું કે અમને આ વિસ્તારમાં બહારથી આવેલા લોકોની દયા આવે છે, જે અમારા સમુદાયનાં ઇતિહાસ અંગે કાંઇ જાણતા નથી, અને વિરોધ કરે છે, આ શહેરનું નામ અમારા પુર્વજોએ આપ્યું છે.

જો કે એપ્રિલ 2019માં ડેનેવર શહેરની બહાર કોલોરાડો શહેરનાં લોકોએ તેનું નામ સ્વસ્તિકથી બદલીને ઓલ્ડ ચેરીમાં બદલવા માટે મતદાન કર્યું હતું, આ વિસ્તાર ક્યારેક ડેનેવર લેન્ડ નામ સ્વસ્તિક કંપનીનું નામ ઘર હતું, જેણે નાઝીઓ દ્વારા સ્વસ્તીક ચિન્હને અપનાવ્યું તે પહેલાથી આ નામ પસંદ કર્યું હતું.

READ ALSO

Related posts

Post Officeની આ સ્કીમમાં પૈસા ડબલ થવાની ગેરંટી, જલ્દીથી ઉઠાવો ફાયદો

Dilip Patel

Aadhaar Cardમાં ડોક્યૂમેન્ટ વગર મોબાઈલ નંબર કરો અપડેટ, અહીંયા જાણો સરળ રીત

Dilip Patel

દિવાળી પહેલા Flipkart થકી પ્રથમ 3 દિવસમાં 70 લોકો બન્યા કરોડપતિ, Sale થી થયો મોટો ફાયદો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!