GSTV
Home » News » દુષ્કર્મના મુદ્દા પર વડાપ્રધાન મોદી થઈ જાય છે શાંત

દુષ્કર્મના મુદ્દા પર વડાપ્રધાન મોદી થઈ જાય છે શાંત

ભારતમાં બહુચર્ચિત ઉન્નાવ અને કઠુઆ સામુહિક દુષ્કર્મકાંડ પર વડાપ્રધાન મોદીના મૌનની વિદેશમાં પણ આલોચના થઈ રહીં છે. અમેરીકન સમાચાર પત્ર ધ ન્યુયોર્ક ટાઈમ્સના સંપાદકીયમાં મોદીના મૌન પર તિખી ટીપ્પણી કરવામાં આવી છે.

‘પોતાને પ્રતિભાશાળી વક્તા માને છે મોદી’

‘મોદીજ લોન્ગ સાઈલેન્સ એજ વુમેન અને અટૈક્ડ’ શીર્ષક હેઠળ સંપાદકીયમાં ન્યૂયોર્ક ટાઈમ્સે યાદ અપાવ્યું કે કેવીરીતે મોદી સતત ટ્વિટ કરે છે અને પોતાને એક પ્રતિભાશાળી વક્તા માને છે. અખબારમાં ઉલ્લેખ કરાયો છે કે મહિલાઓ અને લઘુમતી સમુદાય પર સંકટની વાત આવે છે ત્યારે તેઓનો અવાજ ગુમ થઇ જાય છે. આ સંકટ રાષ્ટ્રવાદી અને સાંપ્રદાયિક તાકાત તરફથી રજૂ કરવામાં આવી રહેલો તેમની પાર્ટી ભાજપનો હિસ્સો છે. ઉન્નાવ અને કઠુઆ દુષ્કર્મકાંડ પર વડાપ્રધાન મોદીએ શુક્રવારે આપેલી પ્રતિક્રિયાનો ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે, તેમણે કહ્યું હતું કે ગેંગરેપ મામલે તેઓ ઘણા દુ:ખી છે અને ખરેખર તેઓ દીકરીઓને ન્યાય અપાવશે.

વડાપ્રધાનના નિવેદનને પોકળ ગણાવ્યું

અખબારે લખ્યું છે કે, વડાપ્રધાન મોદીનું નિવેદન ખોખલું છે. કારણકે આ નિવેદન તેમણે ઘણું મોડું આપ્યું અને આ શરમજનક ઘટનાનો વિશિષ્ટ ઉલ્લેખ કરવાને બદલે તેમણે સામાન્યરીતે કહી દીધું કે, ‘આ મામલે છેલ્લા બે દિવસથી ચર્ચા થઇ રહીં છે.’

કઠુઆ અને ઉન્નાવ દુષ્કર્મકાંડનો વિરોધ

આવી ઘટનાઓ પ્રત્યે વડાપ્રધાન મોદી પરના પોકળભર્યા વલણ સામે અખબારે આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ‘મોદીના રાજકીય અભિયાન અંતર્ગત કથિત ગૌરક્ષકોએ ગાયોની હત્યા થઇ હોવાનો ખોટો આરોપ લગાવી મુસ્લિમ અને દલિત સમુદાય પર હુમલો કર્યો હતો અને હત્યા કરી હતી.’ જાન્યુઆરીમાં આઠ વર્ષિય બાળકી પર સામુહિક દુષ્કર્મ અને તેની હત્યા સાથે જોડાયેલા મામલે સરકારની સંવેદનહિન પ્રતિક્રિયા આવી તેની સામે ભારતીયોઓ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જોકે આ મામલે તેમની પાર્ટીના સમર્થકો જ સવાલમાં ઘેરાયેલા છે. મોદીએ આ ઘટના પર અથવા અન્ય ઘટનાઓ પર કદાચ જ મૌન તોડ્યુ છે. જેમાં તેમના સમર્થકોના નામ સામે આવ્યા હોય.

મોદીનું મૌન પરેશાન કરનારું

જોકે, આ મામલે મોદીએ કથિત ભાજપના સભ્યો અંગે કંઈ કહ્યું નથી. તેમણે ઉત્તર પ્રદેશ દુષ્કર્મ મામલાના આરોપી ભાજપના ધારાસભ્ય અંગે કોઇ ઉલ્લેખ કર્યો નથી. અખબારે લખ્યું કે, મોદીનું મૌન માત્ર હેરાન કરનારું નથી, પરંતુ પરેશાન કરનારું છે. અખબારે 2012ના બહુચર્ચિત નિર્ભયાકાંડની યાદ અપાવી, જેની પર તત્કાલિન કોંગ્રેસ સરકારે અસરકારક પ્રતિક્રિયા ટાળી હતી. જેનું પરિણામ તત્કાલિન સરકારે ભોગવવું પડ્યું હતું. અખબારે લખ્યું કે, એવું લાગી રહ્યું છે કે આવી ઘટનાઓથી વડાપ્રધાન મોદીએ બોધપાઠ લીધો નથી.

CRICKET.GSTV.IN

Related posts

વગર ડબ્બાએ 10 કિલોમીટર સુધી ચાલતુ રહ્યું એન્જિન, યાત્રીઓના ઉડ્યા હોશ

Kaushik Bavishi

વારાણસીમાં ગંગા નદી ભયજનક સપાટીએ પહોંચી, ભયાનક પૂરને કારણે અનેક મંદિરો પાણીમાં

Riyaz Parmar

હોટલ વ્યવસાયી બીઆર શેટ્ટીની હત્યાના પ્રયાસ મામલામાં છોટા રાજન દોષી જાહેર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!