GSTV
Home » News » જોજો નવા વર્ષની સવાર ના પડે જેલમાં, ગુજરાત પોલીસે કરી છે આ તૈયારીઓ

જોજો નવા વર્ષની સવાર ના પડે જેલમાં, ગુજરાત પોલીસે કરી છે આ તૈયારીઓ

૩૧મી ડીસેમ્બરની રાત્રે ગેરકાયદેસર પાર્ટીઓ અટકાવવા અને દારૂ પીધેલા છાકટાં યુવાનોને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત ૩૧મીની રાત્રે શહેરમાં પ્રવેશતા માર્ગો ઉપર બ્રીથ એનેલાઈઝર સાથે પોલીસ વાહન ચેકીંગ કરશે તો એટલું જ નહીં વિવિધ ફાર્મ હાઉસોમાં પણ ઓચિંતી તપાસ કરવામાં આવશે. તો આ વખતે મંજુરી અપાઈ નથી જેથી પાર્ટીઓ યોજાશે તો ખાનગી ડ્રેસમાં પોલીસના જવાનો પણ હાજર રહેશે.

ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું

વર્ષ ર૦૧૮ પુરું થશે અને ર૦૧૯નો નવો સુર્યોદય થશે ત્યારે ૩૧મી ડીસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણીમાં યુવાધન હિલોળે ચઢશે. ગાંધીનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે ન્યૂયર પાર્ટી ઉપરાંત યુવાનો દારૂની મહેફીલ માણવા માટે પણ થનગનતાં હોય છે.

અનિચ્છનિય બનાવ અટકાવવા માટે ખાસ એકશન પ્લાન બનાવ્યો

બુટલેગરો પણ જિલ્લામાં વિદેશી દારૂનો સ્ટોક કરીને બેઠા છે અને મોંઘી કિંમતે દારૂ વેચી રહયા છે. પોલીસ દ્વારા બાતમીના આધારે દારૂ પણ પકડવામાં આવી રહયો છે તેમ છતાં દારૂના શોખીનો ગમે ત્યાંથી દારૂની ગોઠવણ કરી નવુ વર્ષ ઉજવશે. તો પોલીસે આવા છાકટા યુવાનોને પકડવા માટે તેમજ ૩૧મીની રાત્રે કોઈ અનિચ્છનિય બનાવ અટકાવવા માટે ખાસ એકશન પ્લાન બનાવ્યો છે જે અંતર્ગત આ વર્ષે કોઈપણ પ્રકારની પાર્ટીઓને મંજૂરી આપવામાં આવી નથી.

દારૂ પીને ન્યૂયર ઉજવવા માંગતા યુવાનોએ ચેતવાની જરૂર

રાજસ્થાન, મહારાષ્ટ્ર અને એમપીની સરહદો પરથી પ્રવેશતાં માર્ગો ઉપર બ્રીથ એનેલાઈઝર સાથે પોલીસ દ્વારા વાહનચેકીંગ પણ કરવામાં આવશે. જેથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતાં નબીરાઓને પકડી શકાશે. પોલીસની આ ઝુંબેશને કારણે હવે દારૂ પીને ન્યૂયર ઉજવવા માંગતા યુવાનોએ ચેતવાની જરૂર છે નહીંતર નવા વર્ષની સવાર તેમની પોલીસ સ્ટેશનમાં જ થઈ જશે.

Related posts

બંગાળમાં ભાજપનો પ્રવેશ દીદી માટે લાલબત્તી સમાન, વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીનાં સૂપડા સાફ થશે

Riyaz Parmar

લોકસભા ચૂંટણી 2019માં દેશના આ ૧૮ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાતુ પણ ન ખોલાવી શક્યા કોંગ્રેસના ઉમેદવારો

Mansi Patel

કોંગ્રેસની કારમી હાર બાદ રાજીનામાના દોરની શરૂઆત, ધડાધડ વિકેટો પડવા લાગી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!