GSTV
Home » News » મોદી સરકારનું લોકસભા પહેલાનું બજેટ ખેડૂતલક્ષી હશે, આ યોજનામાં સરકાર ફાળવશે જંગી રૂપિયા

મોદી સરકારનું લોકસભા પહેલાનું બજેટ ખેડૂતલક્ષી હશે, આ યોજનામાં સરકાર ફાળવશે જંગી રૂપિયા

વર્ષ ૨૦૧૯માં દેશભરમાં ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શેરબજાર અને કોમોડિટી બજાર માટે ભાજપા સરકારનું ચાલુ ટર્મનું નવા વર્ષ માટેનું અંતિમ બજેટ કેવું હશે તેની ઉપર મીટ મંડાઈ છે. રોકાણકારો, જ્વેલર્સ, ખેડૂતો, વેપારીઓ માટે નવીન બજેટમાં કેટલી અને કેવી રાહતો આપવામાં આવશે તે સંદર્ભે અપેક્ષાઓનો ઢગલો પડયો છે.  મોદી સરકારના આગમન બાદ દરેક ક્ષેત્રે વિલીનીકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ભાજપા સરકારે તમામ ટેક્ષ મર્જ કરી GST અમલી બનાવ્યો છે. સાથે સાથે મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોને પણ મર્જ કરવાનું કામ ચાલી રહ્યું છે. વાયદાના વેપારમાં તમામ શેરબજારો અને કોમોડિટી બજારોમાં એક્સચેન્જોનું વિલીનીકરણ કરી દરેક એક્સચેન્જોને તમામના વેપાર માટે લીલી ઝંડી આપી છે. આ બજેટ ખેડૂતો માટે સૌથી મોટી ખુશીઓ લઇને આવે તેવી સંભાવના છે. મોદીએ કોંગ્રેસને પાછળ રાખવી હશે તો ખેડૂતોને ખુશ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ખેડૂતો સૌથી મોટી વોટબેંક હોવાથી મોદી કોઈ પણ સંજોગોમાં તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

સિંચાઈ માટે મર્યાદા વધારી ૫૩૦૦ કરોડની બજેટમાં ફાળવણી

જો કે ભાજપ સરકારના આગમન બાદ કૃષિ ક્ષેત્રે બજેટમાં સતત વધારો થતો રહ્યો છે. વર્ષ ૨૦૧૪ના બજેટમાં મોદી સરકારે આપેલા વાયદાઓ પૂર્ણ કરવા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે નાણાંની ફાળવણીમાં નોંધપાત્ર વધારા કર્યા હતા જેમાં કૃષિ ચીજોના ભાવોની સ્થિરતા માટે ૫૦૦કરોડ, સિંચાઈ માટે ૧૦૦૦ કરોડ, નવા કૃષિ વિદ્યાલયો, વેરહાઉસીંગ, ગ્રામીણ ઇન્ટરનેટ કનેક્ટીવીટી વધારવા જેવા અનેક પગલાંનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૫ના બજેટમાં કૃષિ લોનોની મર્યાદામાં વધારો કરી ૫૦ હજાર કરોડથી લંબાવીને સાડા આઠ લાખ કરોડ કરવામાં આવી તેમજ સિંચાઈ માટે મર્યાદા વધારી ૫૩૦૦ કરોડની બજેટમાં ફાળવણી કરવામાં આવી હતી.

  • માફીની સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં ચાલતી ખેડૂત લક્ષ્મી યોજનાઓનો સઘન અભ્યાસ ચાલી રહ્યો છે. ખાસ કરીને મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ચાલતી ભાવાંતર યોજના તેમજ તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા ચાલતી રૈયત બંધુ યોજના ઉપર કેન્દ્ર સરકારે સવિશેષ રસ દાખવ્યો છે. 
  • વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાના ભાજપા મોદી સરકારના લક્ષ્યાંકને પૂર્ણ કરી લોકસભાની ચૂંટણીઓ પહેલાં ખેડૂતોની નારાજગી દૂર કરવા સરકારે કમર કસી છે.ખેડૂતોને ખુશ કરવા માટે સરકારે વિચારેલા અલગ અલગ પૈકી પ્રથમ વિકલ્પમાં ભાવાંતર યોજના પ્રમાણે ખેડૂતોના ખાતામાં નાણાં સીધા જમા કરાવવાનો છે. જેમાં બજારભાવ અને ટેકાના ભાવોના વચ્ચેના ડિફરન્સના નાણાં ખેડૂતોને આપવાના છે. 
  • યોજના અન્વયે પ્રતિ એકર રૂા. ૧૭૦૦/-ની રકમ ખેડૂતોને આપવાનો પ્રસ્તાવ છે. જેમાં વર્ષે દહાડે ૫૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં સરકાર આગળ વધી શકે તેમ છે. 
  • બીજા વિકલ્પમાં તેલંગાણા મોડલ પ્રમાણે વારંવાર અગાઉ પ્રતિ એકર ચોક્કસ સહાય આપવાની છે. જેમાં વર્ષે દહાડે એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા થઈ રહી છે. અને ત્રીજા વિકલ્પમાં એક લાખ રૂપિયા સુધી દેવું ખેડૂતોને માફ કરવા બાબતે છે. જેમાં લગભગ ૩.૩ લાખ કરોડનો ખર્ચ થવાની વકી છે.
  • ત્રણ રાજ્યોમાં સરકાર ગુમાવ્યા બાદ ભાજપા કેન્દ્ર સરકારે હાલમાં ખેડૂતોને હાથ ઉપર લેવા માટે બરાબરની હરકતમાં આવી છે. ખેડૂતોને કેવી રીતે અને કેટલી સહાય આપવી તે બાબતે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. લોકસભાની ચૂંટણી અગાઉ કેન્દ્ર સરકાર ખેડૂતોને નવા વર્ષની ભેટ આપવા તલપાપડ બની છે. 
  • સરકાર ખેડૂતોની કૃષિ લોનોનું વ્યાજ તેમજ કૃષિ પાક વીમા યોજનામાં પ્રિમિયમમાં પણ સહાય કરવા વિચાર કરી રહી છે. જે ખેડૂતો સમયસર કૃષિ લોન તથા વ્યાજની ભરપાઈ કરતા તેવાઓે લોનનું વ્યાજ માફ કરી શકે છે. જેમાં સરકારી તિજોરી પર ૧૫૦૦૦ કરોડ રૂપિયાનો બોજો પડે તેમ છે. સાથે કૃષિ પાક વીમામાં પણ ખેડૂતોને ભરવું પડતું પ્રિમિયમમાં રાહતની સાથે સાથે મુક્તિ આપવા સુધી સરકાર આગળ વધી શકે છે.
  • ચાલુ નાણાંકીય વર્ષમાં ખેડૂતો માટે ૧૧ લાખ કરોડની રકમ કૃષિ લોન માટે બજેટમાં વ્યવસ્થા સાથે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગત વર્ષે સરકારે ૧૦ લાખ કરોડ કૃષિ લોનની ફાળવણીની સામે ૧૧.૬૯ લાખ કરોડ રૂપિયાની કૃષિ લોનો આવી હતી. 
  • સમયસર લોનો ભરપાઈ કરતા ખેડૂતોને કૃષિ લોનની વ્યાજની રકમ બરાબર સબસીડી પણ આપવામાં આવે તો સરકારને ૩૦ હજાર કરોડનો બોજો પડતો હોવાથી સરકાર આ મામલે પણ આગળ વધી શકે તેમ છે.
  • સેબીએ મંજૂરી આપતા BSE એ ગોલ્ગ મીનીમાં ૧૦૦ ગ્રામ, ગવાર સીડ તથા ગવાર ગમ માટે દશ- દશ ટનની લોટ સાઇઝ નક્કી કરી શેરબજારે કોમોડિટીના વેપાર શરૂ કરવા કવાયત હાથ ધરી છે. દરેક ક્ષેત્રમાં કોઈ એકનો ઇજારો ખત્મ કરી દરેકને હરિફાઈમાં મૂકી દીધા છે.

કૃષિ લોનનો લક્ષ્યાંક ૧૧ લાખ કરોડનો કરવામાં આવ્યો હતો

ત્યારબાદ ૨૦૧૬ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે મોદી સરકારે ૮૪ ટકાના વધારા સાથે ૪૮,૦૦૦ કરોડની આસપાસની જંગી ફાળવણી કરી હતી જેમાં કૃષિ લોનનું લક્ષ્ય વધારી નવ લાખ કરોડ કરવામાં આવ્યું હતું. સાથે સાથે નાબાર્ડને પણ ૨૦ હજાર કરોડની ફાળવણી કરી હતી. ઉપરોક્ત વધારેલા બજેટને સમતોલ કરવા ટેક્સની આવકમાં ૦.૫ ટકા કૃષિ કલ્યાણ સેસ લાદવાનો પણ પ્રસ્તાવ કર્યો હતો. વર્ષ ૨૦૧૮ના બજેટમાં સરકારે ખેડૂતોને સીધા ફાયદો થાય તે માટે ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કરવાની સાથે સાથે કૃષિ લોનનો લક્ષ્યાંક ૧૧ લાખ કરોડનો કરવામાં આવ્યો હતો.  હવે વર્ષ ૨૦૧૯ના અંતિમ બજેટમાં સરકાર કેવી કેટલી રાહતો આપે છે તેની ઉપર મીટ મંડાઈ છે.

Related posts

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, રવી સિઝનમાં થશે મોટો ફાયદો

Mayur

ખેતી માટે આ વાયરસ છે સૌથી ખતરનાક, અબજો રૂપિયાનું દર વર્ષે કરે છે નુક્સાન

Bansari

કેન્દ્ર સરકાર ખેડૂતોને આપી નવી ભેટ, મળશે અનેક પ્રકારના લાભ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!