GSTV
Gujarat Government Advertisement

21 ડિસેમ્બરે રીલીઝ થનારી શાહરૂખની ફિલ્મ ‘જીરો’નું ટીઝર રીલીઝ

Last Updated on January 1, 2018 by

‘રાંઝના’, ‘તનુ વેડ્સ મનુ’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ના ડાયરેક્ટર આનંદ એલ રાયે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની 2018માં ક્રિસ્મસ પર્વ પર રીલીઝ થનારી ફિલ્મના નામની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ ‘જીરો’ છે અને 21 ડિસેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ સિવાય બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં છે. જોકે, આ સમાચાર શાહરૂખ ખાનના પ્રશંસકો માટે નવા વર્ષની ભેટ સમાન છે.

શાહરૂખે ફિલ્મનું ટીઝર જાહેર કરી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, ટીકિટ માટે બેઠા છે, લોકો મારી જિંદગીની, તમાશો પણ પૂર્ણ થવો જોઈએ. ફિલ્મના ટીઝરમાં શાહરૂખને પાગલ, આશિક, શાયર, મક્કાર, મેન્ટલ, દિલદાર, ધોખેબાજ, ખોટા, કમીના, મતલબી, છિછોરા, જોકર જેવા શબ્દોથી સંબોધિત કરવામાં આવ્યો છે. ટીઝરમાં ‘અભિનેતા’ જૂનું ગીત ‘તુમકો હમપે પ્યાર આયા’ પર ઝૂમી રહ્યાં છે.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ટ્વિટ કરી લખ્યું, ‘નવા વર્ષની પાર્ટી તો થઈ ગઈ, પરંતુ 2જીરો18ની પાર્ટી તો આજથી શરૂ થઈ છે. જુઓ જીરો’

અહીં જણાવવાનું કે, શાહરૂખ ખાન અને આનંદ એલ રાય પ્રથમ વખત એકસાથે ફિલ્મ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં શાહરૂખ સિવાય અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ છે. ફિલ્મ ‘જબ તક હૈ જાન’માં શાહરૂખ આ બંને અભિનેત્રીઓ સાથે કામ કરી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યું છે.

આ અગાઉ 31 ડિસેમ્બરની રાત્રે ટ્વિટર પર શાહરૂખ ખાને પોતાના પ્રશંસકોને નવા વર્ષની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે યુવતીઓ અને આખી ટીમની સાથે તેઓ પણ આનંદ એલ રાયની નવી ફિલ્મના શીર્ષકની રાહ જોઈ રહ્યાં છે, જે 1 જાન્યુઆરીએ સાંજે 5 વાગે જાહેર થશે.

આ સાથે જ શાહરૂખ ખાને આનંદ એલ રાય સાથેની પોતાની એક તસ્વીર શેર કરી તેમનેપૂછ્યું હતું, સર, ફિલ્મના શીર્ષકની ક્યારે જાહેરાત કરશો? કે પછી 2018માં પણ અપશબ્દો ખવડાવશો?

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર: ફેસબુક મેસેન્જર પર ટૂંક સમયમાં વોટ્સએપ ચેટ્સ જોવા મળશે, શું તો પણ મેસેજ એન્ક્રિપ્ટ રહેશે?

Pravin Makwana

નિયમોની ઐસીતેસી કરવી ભારે પડી / AMCની ટીમ એક્શનમાં, 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસો સીલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!