GSTV
Gujarat Government Advertisement

નવા વર્ષના પ્રથમ દિવસે જ આ બેન્કોએ લાખો ગ્રાહકોને આપ્યો ઝટકો, વધી જશે EMI

સરકારી બેન્ક દેના બેન્કે (Dena Bank) MCLRવધારી દીધો છે. બેંન્કના આ નિર્ણયથી હોમ, ઓટો અને પર્સનલ લોનની ઈએમઆઈમાં વધારો થશે. દેના બેંકે MCLRના દરોમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. આપને જણાવી દઈએ કે MCLR એ દર છે જેના પર કોઈ બેન્ક પાસેથી મળનાર વ્યાજના દર નક્કી થાય છે. આનાથી ઓછા દર દેશની કોઈ બેન્ક લોન નથી આપતી. સામાન્ય ભાષામાં આ આધાર દર હોય છે. રિઝર્વ બેન્કના કોઈ નિયમોમાં ફેરફાર વિના દેનાબેન્કના આ નિર્ણયને પગલે ગ્રાહકોના ખિસ્સામાંથી વધારે પૈસા જશે.

નવા વર્ષે હોમલોન મોંઘી થઇ ગઇ છે. હોમ લોન આપનારી મુખ્ય કંપની એચડીએફસીએ પોતાના વ્યાજ દરોમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરી દીધો છે. જેનાથી નવા ગ્રાહકોને હોમલોન માટે હવે વધારે વ્યાજ આપવુ પડશે. આ વધારાથી અલગ-અલગ સ્લેબોમાં લોનના વ્યાજ દરો 8.90 ટકાથી 9.15 ટકાની વચ્ચે થઇ જશે.

હવે 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન 8.95 ટકાના વ્યાજ દર ઉપલબ્ધ થશે. મહિલાઓ માટે આ વ્યાજ દર 8.90 ટકા હશે. તો 30 લાખ રૂપિયાથી વધુ અને 75 લાખ રૂપિયાથી ઓછી હોમ લોન 9.10 ટકાના વ્યાજ દર પર ઉપલબ્ધ હશે. મહિલાઓ માટે આ દર 9.05 ટકા રહેશે.

આરબીઆઈ નક્કી કરશે વ્યાજ દર

1 એપ્રિલથી આરબીઆઈ જે પણ રેપોરેટના હિસાબે વ્યાજ દર નક્કી કરશે, વ્યક્તિઓને એ હિસાબથી ઈએમઆઈ આપવા પડશે. આરબીઆઈના દર ઘટતા જ બેંક પોતાના ઈએમઆઈ ઘટાડી દેશે. જેનાથી આરબીઆઈ દ્વારા નીતિગત દરમાં કપાતનો લાભ ગ્રાહકોને મળવાની રાહમાં પારદર્શિતા આવશે.

શું હોય છે MCLR?

Marginal Cost of funds based Lending rate. આમાં બેન્ક પોતાના ફન્ડના દરને લોનના દર નક્કી કરે છે. જે બેન્ચમાર્ક દર હોય છે. તેના વધવાથી તમારી બેન્કમાં તમામ લોન મોંઘી થઈ જશે.

MCLR વધવાથી નુકશાન

MCLR વધવાથી સામાન્ય માણસને સૌથી વધુ નુકશાન થાય છે. તેની હાલ લીધેલ લોન મોંઘી થાય છે. પહેલાની સરખામણીએ વધારે વ્યાજ ચુકવવુ પડે છે. MCLR ઘટેતો વ્યાજ દરમાં ઘટાડો થાય છે. હવે નવા વર્ષના પ્રથમ દિવસે જ બેન્કે લાખો ગ્રાહકોને ઝટકો આપ્યો છે. એકાએક MCLR વધવાની ગ્રાહકોના ઇએમઆઇમાં પણ મોટો વધારો થશે. નવા વર્ષની શરૂઆતમાં જ બેન્કોએ ગ્રાહકોના ખિસ્સાં ખાલી કરવાનો નિર્ણય લીધો છે.

Gujarat Government Advertisement

Related posts

વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર: ડિપ્લોમા માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન, માર્કશીટ અને ધો.10ના સીટ નંબર વગર કરી શકાશે આ કામ

Pravin Makwana

ચીનના તાઈશનમાં પરમાણુ પ્લાન્ટમાંથી એટમી રેડિએશન લીકેજ થઈ રહ્યું, લાખો લોકોના જીવ અદ્ધર

Damini Patel

મોટી રાહત: આયાત-નિકાસકારોએ પેમેન્ટ માટે CAનું પ્રમાણપત્ર ઓનલાઈન નહીં આપવું પડે, 30 જૂન સુધી મળશે આ છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!