GSTV

લંડનની પ્રજાએ કરી પાર્ટી શાર્ટી/ ટલ્લી થઈ જતાં ભાન ભૂલ્યા, હદ બહાર પી ગયા પછી થઈ જોવા જેવી

Last Updated on January 1, 2022 by Pravin Makwana

પશ્ચિમના દેશોમાં 1લી જાન્યુઆરીએ નવુ વર્ષ મનાવાય છે. નવુ વર્ષ મનાવવા પાર્ટી કરવી, મોડી રાત સુધી રખડવું-ભટકવું, દારુ પીવો અને બેફામ બનીને ઘૂમવુ એ ફેશન થવા લાગી છે. લંડનમાં આ ફેશનના વરવા દૃશ્યો જોવા મળ્યાં હતા.

લંડન જગતનું અગ્રણી મહાનગર છે. સમગ્ર ઈંગ્લેન્ડમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. પરંતુ સરકારના નિયંત્રણો મર્યાદિત છે. એટલે 31મી ડિસેમ્બરે લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા.


ઉજવણી માટે ઘણા યુવક-યુવતીઓએ એટલો બધો દારૃ પીધો હતો કે કોઈને ટીંગાટોળી કરીને લઈ જવા પડ્યા હતા, તો કોઈ રસ્તા પર જ ઢગલો થઈ ગયા હતા. ક્યાંક ક્યાંક વળી પોલીસે લોકોને કાબુમાં રાખીને ઘરભેગા કરવા પડ્યા હતા.


બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને થોડા દિવસો પહેલા કહ્યું હતું કે કોરોના વધી રહ્યો છે, પરંતુ નવા વર્ષની ઉજવણીમાં કોઈ વિઘ્ન આવે એવા નિયંત્રણો આવશે નહીં. એ પછી પ્રજા બેફામ બનેલી જોવા મળી હતી. તો વળી લંડનના મેયર સાજીદ જાવેદે કહ્યું હતુ કે આપણો દેશ 12 મહિના પહેલા જે સ્થિતિમાં હતો, તેના કરતા અત્યારે સારી સ્થિતિમાં છે.


એ બધા વચ્ચે હકીકત એ છે કે ઈંગ્લેન્ડમાં એક દિવસમાં 1.90 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે 200થી વધારે મોત થયા હતા. ત્યાં વળી ઘણી એવી અપલખણી પ્રજા પણ છે, જે રસી વિરોધી, લોકડાઉન વિરોધી, નિયંત્રણ વિરોધી ઝૂંબેશ ચલાવે છે. આવા લોકો નો વેક્સીન, માય બોડી માય ફ્રીડમ, નો લોકડાઉન.. જેવા બોર્ડ લઈને પણ નીકળી પડે છે.


2021નું વર્ષ દુખભર્યું રહ્યું હતું. એટલે તેને વિદાય આપવા માટે લાખો બ્રિટિશરો પબ-બાર-રેસ્ટોરાંમાં ઉમટી પડ્યા હતા. ડાન્સ, બિયર, વાઈન, શેમ્પેઈન વગેરેની છોળો ઉડાડી હતી. વર્ષ પીડાદાયક રહ્યું હોવાથી તેને વિદાય આપવાના ઉત્સાહમાં લોકોએ કોરોનાની અવગણના કરી હતી.

નાઈટ ક્લબોમાં સવારના ચાર-પાંચ વાગ્યા સુધી પાર્ટીઓ ચાલી હતી. કેટલાકે દારૃ પીધા પછી વાહનો ચલાવ્યા હતા અને જ્યાં-ત્યાં અકસ્માતો પણ કર્યા હતા. પોલીસે એવા વાહનોને કાબુમાં લેવા દોડ-ધામ પણ કરવી પડી હતી.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!