આંધ્રપ્રદેશને આગામી વર્ષે પોતાની અલગ હાઈકોર્ટ મળશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આના સંદર્ભે બુધવારે આદેશ જાહેર કર્યો છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટ પહેલી જાન્યુઆરી-2019થી અમરાવતીથી પોતાનું કામકાજ શરૂ કશે. અમરાવતી આંધ્રપ્રદેશની નવી રાજધાની છે. બીજી જૂન-2014ના રોજ આંધ્રપ્રદેશનું વિભાજન કરીને તેલંગાણાની રચના વખતે હૈદરાબાદમાં બંને રાજ્યની સંયુક્ત હાઈકોર્ટ હતી.

નવી હાઈકોર્ટની રચના સાથે ભારતમાં હાઈકોર્ટની સંખ્યા 25ની થઈ જશે. આદેશ મુજબ નવી હાઈકોર્ટનું નામ આંધ્રપ્રદેશ હાઈકોર્ટ હશે. અમરાવતીમાં આ હાઈકોર્ટની મુખ્ય ખંડપીઠ હશે અને હૈદરાબાદ ખાતેની હાઈકોર્ટ તેલંગાણા રાજ્ય માટેની રહેશે.
- ગણતંત્ર દિવસની પરેડમાં જોવા મળશે દેશની સૈન્ય તાકત અને સાંસ્કૃતિક વિરાસતની ઝલક
- ઉત્તર ભારત ઠંડુગાર: હજુ વધશે ઠંડીનું જોર,મનાલીમાં માઇનસ 3.3 અને માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રી
- મોદીએ કર્યુ ક્લાઇમેટ ચેન્જ સમિટનું સંબોધન :કહ્યું, અમારા લક્ષ્યો ફક્ત ભારત સુધી મર્યાદિત નથી
- દુર્લભ/ ભારતના આ જંગલમાં મળી દુર્લભ બિલાડી, કિંમત જાણીને રહી જશો દંગ, આ છે ખાસિયત
- ભારતીય યુઝર્સ સાથે Whatsappનો ભેદભાવ નહીં ચલાવાય : નવી પોલીસીને લઇને કેન્દ્ર સરકારે લગાવ્યો આ આરોપ
આદેશ મુજબ નવી રચાયેલી આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ રમેશ રંગનાથનને નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ જસ્ટિસ રમેશ રંગનાથન ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સિવાય પંદર જજો પણ નિયુક્ત થશે.