GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ફરી એકવાર ખેડૂતો થયા નિરાશ, ઘઉની આવક તો થઈ મબલક પરંતુ ભાવમાં ભરાણા

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉ અને ધાણાની આવક શરૂ થઈ ગઈ છે. જો કે ધાણાનું ઉત્પાદન સારું થયુ હોવા છતા પૂરતા ભાવ ન મળતા હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યાં છે. આ વર્ષે જુનાગઢ જિલ્લામાં સારો વરસાદ પડતાં ઘઉનું મબલખ ઉત્પાદન થયું છે. જુનાગઢ જિલ્લામાં એક લાખ હેક્ટરમાં ઘઉનું વાવેતર થયું હતું. ઘઉના વેચવા માટે ખેડૂતો જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. ગત અઠવાડિયે રોજની 500 જેટલી ગુણીઓ ઘઉ અને ધાણાની આવક થઇ હતી. ઘઉનો ભાવ રૂપિયા 20 કિલોના 400 થી 500 ની વચ્ચે જોવા મળ્યો છે.

બીજી તરફ ધાણાના ઉત્પાદન સામે હજુ પૂરતા ભાવ ન મળતા હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ધાણાનો ભાવ મણના રૂપિયા 800 થી 1000 છે. જે ખૂબ ઓછા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. ધાણાનો ભાવ 1200 રૂપિયાથી વધુ હોય તેવી ખેડૂતોએ માંગ કરી છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ધીરે ધીરે ઘઉં અને મસાલાની આવકમાં વધારો થશે. જો ભાવમાં મોટો ઘટાડો નહિ થાય તો ખેડૂતોને ફાયદો થશે. તેવું લાગી રહ્યું છે.

READ ALSO

Related posts

ભાજપ પૈસા અને સતાના જોરે ધારાસભ્યોના સૌદા કરતા હોવાનો આક્ષેપ

Nilesh Jethva

15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મોદી કરી શકે છે આ મોટી જાહેરાત, કોરોનાકાળમાં વરદાનરૂપ સાબિત થશે આ યોજના

Pravin Makwana

લોકો ઘરમા સુતા હતા અને જેસીબી વડે મકાન તોડી પાડવામાં આવ્યા, 25થી વધારે લોકોએ સ્થાનિકો પર કર્યો હુમલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!