GSTV

WhatsAppમાં જોડાશે આ નવા ફીચર્સ, બદલાઈ જશે ચેટ કરવાની પદ્ધતિ

Last Updated on February 11, 2019 by

લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp પોતાની એપમાં અમૂક નવા ફીચર્સ જોડવાની છે. ટૂંક સમયમાં WhatApp આ નવા ફીચર્સનું અપડેટ રોલ આઉટ કરી દેશે. આ ફીચર્સમાં ફિંગરપ્રિન્ટ લૉક, ઑડિયો પિકર, પ્રાઈવેટ રિપ્લાઈ, પિક્ચર ઈન પિક્ચર અને થર્ડ પાર્ટી કીબોર્ડ સ્ટિકર્સનું ઈન્ટિગ્રેશન સામેલ છે. આ દરેક ફીચર મોબાઈલ અને વ્હોટ્સએપ વેબ દ્વારા ઉપલબ્ધ થશે. વ્હોટ્સએપ ફીચર્સ યૂઝર બેસ વધારવા માટે વ્હોટ્સએપે વર્ષ 2018માં અમૂક અપડેટ લોન્ચ કર્યા હતાં.

ફિંગરપ્રિન્ટ ઑથેન્ટિકેશન

આ ઑથેન્ટિકેશન દ્વારા તમે વ્હોટ્સએપને લૉક કરી શકશો. એપને લૉક કરવા માટે તમારે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં. જાણકારી મુજબ આ ફીચરથી તમે કોઈ સ્પેસિફિક ચેટને પણ લૉક કરી શકશો.

‘શો ઈન ચેટ’ બટન

આ ફીચરના રોલ આઉટ થયા બાદ તમારે એપમાં એક નવો ‘શો ઈન ચેટ’ બટન જોવા મળશે. આ ઑપ્શન તમને શેયર્ડ મીડિયા મેન્યૂમાં જોવા મળશે. આ બટન પર ટેપ કરવાથી તમે ચેટમાં સીધા એવા પોઈન્ટ પર પહોંચી શકશે, જ્યાં ફાઇલ શેર કરવામાં આવી હતી.

ઑડિયો પિકર

આ નવા ફીચર દ્વારા યૂઝર કોઈ આલ્બ્મને ઑડિયોની સાથે જોઈ શકશે. આ ફીચર દ્વારા યૂઝર ફાઈલ શેર કરતા પહેલા પ્રીવ્યૂ પણ કરી શકશે. જોકે, અત્યારે આ ફીચર બીટા સ્ટેટમાં છે.

ફોટો, વીડિયોમાં સ્ટિકર્સ એડ કરવુ

અપડેટની સાથે વ્હોટ્સએપ પોતાના આઈઓએસ યૂઝર્સને કોઈ કોન્ટેક્ટનો વીડિયો અથવા તસ્વીર મોકલતા પહેલા સ્ટિકર્સ એડ કરવાનુ ફીચર આપી રહ્યું છે. આ સ્ટિકર ટેબ ઈમોજીની બાજુમાં આપવામાં આવ્યું છે અને યૂઝર્સ તેના પર ટેપ કરીને પોતાનો વીડિયો અથવા તસ્વીરમાં સ્ટિકર્સ એડ કરી શકે છે. જોકે, આ ફીચરને એન્ડ્રોઈસ યૂઝર્સ માટે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ અમૂક રીપોર્ટ મુજબ ટૂંક સમયમાં તેને પોતાના ગ્લોબલ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે જાહેર કરવામાં આવશે.

સ્ટેટસ પ્રિવ્યૂ માટે 3ડી ટચ

આ ફીચર માર્કેટમાં ઉપસ્થિત દરેક આઈફોન પર દર્શાવાઈ રહ્યું નથી. જોકે, આ ફીચર વર્ષ 2015માં જ લૉન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર તેને અત્યાર સુધી દરેક યૂઝર્સ સુધી પહોંચાડી શકાયુ નથી. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને કોન્ટેક્ટ દ્વારા અપલોડ કરાયેલી સ્ટોરીને લૉન્ગ પ્રેસ કરવી પડશે. આવુ કરતા યૂઝર્સની સામે કોન્ટેક્ટ દ્વારા અપલોડ કરાયેલી સ્ટોરી પ્લે થઇ જશે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!