GSTV

New Wage Code/ હવે 300 થઇ જશે Earned Leave! કર્મચારીઓને મળશે 3 વીકલીઓફ ? લાગુ થશે નવા નિયમો

Wage

Last Updated on June 24, 2021 by Karan

નવા વેગ કોડ(New Wage Code)ને લઇ આજકાલ મીડિયા રિપોર્ટ્સમાં ખુબ ચર્ચા છે. જો કે એ 1 એપ્રિલથી લાગુ થવાનો હતો પરંતુ રાજ્ય સરકાર તૈયાર ન હોવાના કારણે નિયમો લાગુ ન કર્યા, ત્યાર પછી ઉમ્મીદ જાગી કે જુલાઈથી લાગુ થશે પરંતુ નવી ખબર મુજબ આ ઓક્ટોબર પહેલા લાગુ થવું મુશ્કેલ છે. કારણ કે ઘણા રાજ્યોએ હજુ સુધી ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો નથી.

કર્મચારીઓ માટે નવા વેગ કોડમાં શું છે

નવા વેગ કોડમાં ઘણી એવી જોગવાઈ છે, જેનાથી ઓફિસમાં કામ કરવા વાળા સેલરી ક્લાસ, મિલો અને ફેકટરીઓમાં કામ કરવા વાળા મજૂરો સુધીને અસર થશે. એમની સેલરી છુટ્ટીઓ અને કામ કરવાના કલાક પણ બદલાઈ જશે. અમે તમને જણાવવા જઈ રહ્યા છે નવા વેગ કોડની કેટલીક એવી જોગવાઈઓ જે લાગુ થયા પછી ઘણું બધું બદલાઈ જશે.

સેલરી સ્ટ્રક્ચર બદલાઈ જશે

નવા વેગ કોડના નિયમ લાગુ થયા પછી કર્મચારીઓનું સેલરી સ્ટ્રક્ચર બદલાઈ જશે, એમની Take Home Salaryમાં ઘટાડો થશે. કારણ કે વેગ કોડ એક્ટ (Wage Code Act), 2019 મુજબ, કોઈ પણ કર્મચારીની બેઝિક સેલરી કંપનીના ખર્ચ(Cost To Company-CTC)ના 50%થી ઓછી નહિ હોઈ શકે. હજુ ઘણી કંપનીઓ બેઝિક સેલરીને ખુબ ઓછી કરી ઉપરથી ભથ્થા વધુ આપે છે જેનાથી કંપની પર ભારણ ઓછું પડે.

PF, ગ્રેચ્યુટી વધશે

Basic Pay વધવાથી કર્મચારીઓનું પીએફ વધારે કપાશે એટલે એમનું ભવિષ્ય વધુ સુરક્ષિત થઇ જશે. પીએફ સાથે ગ્રેચ્યુટીનું યોગદાન પણ વધી જશે. એટલે ટેક હોમ સેલરી ઘટશે પરંતુ રિટાયરમેન્ટ પર વધુ રકમ મળશે. અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ વેગ કોડ લાગુ થશે. સેલરી અને બોનસ સાથે જોડાયેલ નિયમો બદલાશે અને દરેક ઇન્ડસ્ટ્રી અને સેક્ટરમાં પણ કામ કરવા વાળા કર્મચારીઓની સેલરીમાં સમાનતા આવશે.

કર્મચારીઓની છુટ્ટી વધીને 300 થઇ જશે

એ ઉપરાંત કર્મચારીઓની Earned Leave વધીને 300 થઇ શકે છે. ગયા દિવસોમાં લેબર કોડને લઇ નિયમોમાં ફેરફારને લઇ શ્રમ મંત્રાલય, લેબર યુનિયન અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ વચ્ચે ઘણા પ્રાવધાનની ચર્ચા થઇ છે. જેમાં કર્મચારીઓની Earned Leave 240થી વધીને 300 કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે આ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

કામના કલાક વધશે તો વીકલી ઓફ વધશે

નવા વેગ કોડ અંગે, એવું કહેવામાં આવી રહ્યું છે કે કામના કલાકો વધીને 12 થઈ જશે. જો કે, સરકાર દ્વારા આ અંગે ખુલાસો ઘણા સમય પહેલા આપવામાં આવ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે સૂચિત લેબર કોડમાં એવું કહેવામાં આવ્યું છે કે એક સપ્તાહમાં 48 કલાક કામ કરવાનો નિયમ લાગુ થશે, હકીકતમાં કેટલાક યુનિયનોએ 12 કલાકના કામના નિયમ પર સવાલ ઉઠાવ્યા હતા અને 3 દિવસની રજા. આ અંગે સરકારે સ્પષ્ટતા કરી હતી કે અઠવાડિયામાં ફક્ત 48 કલાક કામ હશે, જો કોઈ દિવસમાં 8 કલાક કામ કરે છે, તો તેને અઠવાડિયામાં 6 દિવસ કામ કરવું પડશે અને એક દિવસની રજા મળશે. જો કોઈ કંપની દિવસના 12 કલાક કામ સ્વીકારે છે, તો તેણે કર્મચારીને બાકીના 3 દિવસ માટે રજા આપવી પડશે. જો કામના કલાકો વધશે તો દિવસોની સંખ્યા પણ 6 ની જગ્યાએ 5 અથવા 4 હશે. આ માટે, કર્મચારી અને કંપની બંને વચ્ચે કરાર કરવો પણ જરૂરી છે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!