GSTV

મોટા સમાચાર / હવે આ મહીનાથી નહીં લાગુ થાય new Wage Code! PFથી માંડીને ગ્રેચ્યુટીમાં થશે આ ફાયદો

કર્મચારીઓ

Last Updated on June 23, 2021 by Dhruv Brahmbhatt

નવો વેતન કોડ હવે અધ્ધર લટકતો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર નવો વેતન કોડ એપ્રિલમાં લાગુ કરવાની હતી, પરંતુ કોરોનાની બીજી લહેરને ધ્યાને રાખતા તેને ટાળી દેવામાં આવ્યું છે. એવી આશા રાખવામાં આવી રહી હતી કે, જુલાઇથી આને લાગુ કરી શકાય છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર એવું જાણવા મળ્યું છે કે, નવો વેતન કોડ હવે લાગુ નહીં થાય.

કર્મચારીઓ

રાજ્યોએ તૈયાર નથી કર્યા ડ્રાફ્ટ રૂલ્સ

સૂત્રોના હવાલે એવું જાણવા મળ્યું કે, અનેક રાજ્યોએ અત્યાર સુધી આને લઇને ડ્રાફ્ટ રૂલ્સ જ તૈયાર નથી કર્યા. અત્યાર સુધી માત્ર મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરએ પોતાના ડ્રાફ્ટ નિયમ પબ્લિશ કર્યા છે. જ્યારે હરિયાણા, મેઘાલય, છત્તીસગઢ, ગોવા, સિક્કિમ, ત્રિપુરા અને ઝારખંડ ડ્રાફ્ટને લઇને પોતાના અંતિમ ચરણમાં છે. જો કે, પંજાબએ પોતાના ડ્રાફ્ટ રૂલમાં તમામ 3 કોડની વાત કરી છે પરંતુ ચોથો કોડ કે જે Occupational Safety, Health and working conditions ની વાત કરે છે. આને લઇને કોઇ વાત નથી કરવામાં આવી.

salary

ઓક્ટોબરથી લાગુ થઇ શકે છે નવો વેજ કોડ

સૂત્રોના જણાવ્યાં અનુસાર, જ્યાં સુધી તમામ રાજ્યોના ડ્રાફ્ટ રૂલ્સ કેન્દ્ર સરકારને નહીં મળે ત્યાં સુધી નવા વેજ કોડને સરકાર નોટિફાઇ નહીં કરે. જો કે, તે કેન્દ્ર અને રાજ્ય બંનેનો વિષય છે. કેન્દ્ર સરકાર નથી ઇચ્છતી કે તેઓ વગર રાજ્યોની સહમતિએ નોટિફિકેશન રજૂ કરી દે અને બાદમાં કોઇ વિષય ઊભો થાય. જો તમામ રાજ્ય સપ્ટેમ્બર, 2021 સુધી પોતાના ડ્રાફ્ટ રૂલ્સ લઇને આવે છે તો ઓક્ટોબર, 2021 થી નવો વેજ કોડ લાગુ કરી શકાય છે.

જ્યારે ડ્રાફ્ટ રૂલ્સ પબ્લિશ થઇ જશે, રાજ્યોને તમામ સ્ટેકહોલ્ડર્સથી અભિપ્રાય માંગવા માટે 30થી 45 દિવસનો સમય આપવાનો રહેશે. નિયમને તમામ જરૂરી અભિપ્રાયોને શામેલ કર્યા બાદ જ ફાઇનલ કરવામાં આવશે અને પછી નોટિફાઇ કરી શકાશે.

રોકાણ

નવા વેજ કોડથી બદલાઇ જશે સેલરી સ્ટ્રક્ચર

નવા વેજ કોડ એક્ટ (Wage Code Act), 2019 અનુસાર, કોઇ પણ કર્મચારીની બેસિક સેલરી કંપનીના ખર્ચના 50 ટકાથી ઓછી ના થઇ શકે. હાલમાં અનેક કંપનીઓ બેસિક સેલરીને ઘણી ઓછી કરીને ઉપરથી ભથ્થું વધારે આપે છે જેથી કંપની પર બોજો ના પડે.

વેજ કોડ એક્ટ (Wage Code Act), 2019 ના લાગુ થયા બાદ કર્મચારીઓનું સેલરી સ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે બદલાઇ જશે. કર્મચારીઓની ‘Take Home Salary’ઘટી જશે, કારણ કે Basic pay વધવાથી કર્મચારીઓનો PF વધારે કપાશે એટલે કે, તેઓનું ભવિષ્ય વધારે સુરક્ષિત થઇ જશે.

પી.એફ. સાથે-સાથે ગ્રેચ્યુઇટી તરફનું યોગદાન પણ વધશે. એટલે કે, ટેક હોમ સેલરી ચોક્કસપણે ઘટશે પરંતુ કર્મચારીને નિવૃત્તિ પર વધારે રકમ મળશે. અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ નવા વેતન કોડ લાગુ થશે. પગાર અને બોનસ સાથે જોડાયેલા નિયમો બદલાશે અને દરેક ઉદ્યોગ અને સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં સમાનતા રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

BIG BREAKING/ આસામ-મિઝોરમ સરહદ પર હિંસા: આસામ પોલીસના 6 જવાનના મોત, બંને રાજ્યોના સીએમ પણ બગડ્યા

Zainul Ansari

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!