ચીનમાં એક નવી સંક્રામક બિમારીથી સાત લોકોના મોત નીપજી ચુક્યાં છે અને 60થી વધારેલોકો તેનાથી સંક્રમિત થઈ ગયાં છે. ચીનના સરકારી મિડીયાએ બુધવારે આ જાણકારી દેતા મનુષ્યોની વચ્ચે સંક્રમણ ફેલાવવાની આશંકાને લઈને ચેતવણી જાહેર કરી છે. પૂર્વી ચીનના જિયાંગ્સુમાં વર્ષના પહેલા છ માસમાં એસએફટીએસ વાયરસથી 37થી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યાં છે.
જિયાંગ્સુમાં 23 લોકો થયા છે સંક્રમિત
સરકારી ગ્લોબલ ટાઈમ્સના અહેવાદ પ્રમાણે પૂર્વી ચીનના અન્હુઈ પ્રાંતમાં 23 લોકો સંક્રમિત થયા છે. આ વાયરસથી સંક્રમિત જિયાંગ્સુની રાજધાની નાનજિયાંગની એક મહિલામાં શરૂમાં ઉધરસ, તાવના લક્ષણ દેખાયા હતા. ડોક્ટરોને તેના શરીરમાં લ્યુકોસાઈટ અને પ્લેટલેટ ઓછા હોવાનું જણાતા એક મહિના સુધી સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર અન્હુઈ અને પૂર્વી ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં ઓછામાં ઓછા સાત લોકો વાયરસથી મોત થઈ ચુક્યાં છે. એસએફટીએસ વાયરસ નવો નથી. ચીનમાં 2011માં તે સામે આવ્યો હતો. વિષાણુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ સંક્રમણ પશુઓના શરીર ઉપર રહેલી ટીક જેવા કીડાથી મનુષ્યમાં ફેલાઈ શકે છે. અને પછી માનવ જાતિમાં તેનો પ્રસાર થાય છે.
WHO અને ચીન મળીને કોરોનાનું મેળવશે ઉદ્ગમ બિંદુ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના બે વિશેષજ્ઞોના ચીન પ્રવાસ બાદ બેઈજીંગ અને સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી કોરોના વાયરસના સ્ત્રોતની ઓળખ મેળવવા માટેની યોજના ઉપર વાતચીત કરી રહી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને મંગળવારે જણાવ્યું હતું કે, વિશેષજ્ઞો પોતાના બે સપ્તાહના પ્રવાસ દરમયાન કોરાનાન ઉદ્ગમ સ્થાનની ઓળખ કરવા માટે વૈજ્ઞાનિક અનુસંધાને સહયોગ હેતું પ્રારંભિક વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. તેનો બે સપ્તાહનો પ્રવાસ ગત રવિવારના રોજ પૂર્ણ થયો છે.
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા