GSTV

WHOની ચિંતા વધી / 29 દેશોમાં જોવા મળ્યા કોરોનાનો નવો વેરિયન્ટ, આક્રમક સંક્રમણ સાથે એન્ટિબોડી પણ નહીં આવે કામ

Last Updated on June 18, 2021 by Harshad Patel

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારે કહ્યું કે 29 દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ જોવા મળ્યા છે. લેમ્બડા નામના આ વેરિયન્ટ બાબતે માનવામાં આવે તો આ દક્ષિણ આફ્રિકામાં પહેલીવાર આવ્યો હતો. ડબલ્યુએચઓએ વિકલી અપડેટમાં કહ્યું કે પહેલીવખત પેરુમાં જોવા મળ્યો હતો. લેમ્બ્ડા વેરિયન્ટ દક્ષિણ અમેરિકામાં કોરોનાના વધતા કેસ મામલે જવાબદાર હતા.

કોરોના

પેરુમાં લેમ્બ્ડા વેરિયન્ટની વધારે અસર જોવા મળી

અધિકારીઓએ જણાવ્યું કે, પેરુમાં લેમ્બ્ડા વેરિયન્ટની વધારે અસર જોવા મળી. પેરુમાં એપ્રિલ 2021થી લઈને અત્યાર સુધી 81 ટકા કોરનાના કેસમાં આ વેરિયન્ટથી જોડાયેલા છે. ચીલીમાં છેલ્લા 60 દિવસમાં સબમિટ થયેલા કેસમાંથી 32 ટકા મામલામાં આ વેરિયન્ટ જોવા મળ્યા હતા. અર્જેન્ટિના અને ઈક્વાડોર જેવા અન્ય દેશોમાં પણ આ વેરિયન્ટના કેટલાય મામલા જોવા મળ્યા.

લેમ્બ્ડા વેરિયન્ટને ખૂબજ સારી રીતે સમજવા અને અભ્યાસ કરવાની જરૂરિયાત

ડબલ્યુએચઓના મતે લેમ્બ્ડા વેરિયન્ટ મ્યુટેટ હોય છે. જે સંક્રમણ વધારી શકે છે. સાથે જ સંક્રમણના આ સ્વરૃપની સામે એન્ટીબોડીની અસર પણ નહીં કરે. સંગઠને કહ્યું કે લેમ્બ્ડા વેરિયન્ટને ખૂબજ સારી રીતે સમજવા અને અભ્યાસ કરવાની જરૂરિયાત છે.

વૈજ્ઞાનિકો માને કે તે વધુ સંક્રામક અને ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે

જણાવી દઈએ કે વાયરસના કોઈ પણ સ્વરૃપને ચિંતાજનક ત્યારે બતાવાય છે જ્યારે વૈજ્ઞાનિકો માને છે કે તે વધુ સંક્રામક છે અને ગંભીર સ્વરૂપ ધારણ કરી બીમાર કરી શકે છે. ચિંતાજનક વેરિયન્ટની ઓળખ કરનારી તપાસ, ઉપચાર અને વેક્સિન પણ એના વિરુદ્ધ ઓછી પ્રભાવી હોઈ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!