GSTV

વલસાડના પાસ હોલ્ડરોને મળી નવી લોકલ ટ્રેનની સુવિધા

વલસાડના પાસ હોલ્ડરની વર્ષો જૂની નવી લોકલ ટ્રેનની માંગણી પૂર્ણ થઇ હતી.જેને લઈને વલસાડથી વાપી પાસ હોલ્ડરમાં આનંદની લાગણી પ્રસરી હતી.

વલસાડ થી વાપી અને ત્યાં થી અન્ય દમણ, સિલવાસ ,ઉમરગામ ભિલાડ રોજી રોટી માટે જનારા ખૂબ જ મોટી સંખ્યા માં મુસાફરો જે આશરે 1800 થી 2000 જેટલા 8 વાગ્યે વલસાડથી વાપી માટે જાય છે.જે લોકો છેલ્લા 15 થી 17 વર્ષથી આ સમય માં કોઈ લોકલ ટ્રેન મળે  એવા વિચારો કરતા હતા. અને 2014 થી સંઘર્ષ બાદ 4 વર્ષ બાદ સફળતા લોકલ ટ્રેન સ્વરૂપે વલસાડ ના પાસ હોલ્ડર ને મળી છે.જે 04/05/2018 થી સવારે 7.45  વલસાડ થી ઉપાડી વાપી  8.15 પોહચશે.જે ખૂબ જ આંનદ ની વાત છે.

વર્ષોથી ઔદ્યોગિક નગરી વાપીમાં અને નજીકની ગામોમાં નોકરી અને ધંધા અંર્થે વલસાડ જિલ્લા ના અન્ય ગામોથી વાપી જતાં લોકો માટે સવારે 7.30 થી 8.30 વચ્ચે પેહલા 3 ટ્રેન હતી.બિકાનેર એક્સપ્રેસ(7.20સવારે ), ભાવનગર એક્સપ્રેસ(7.40સવારે) અને કચ્છ એક્સપ્રેસ(8.10 સવારે) આ ટ્રેન માં મુસાફરો વહેચાઈ જતા હતા .જયારે 2014 માં બિકાનેર ને સવારે જલ્દી કરી નાખતા અને ભાવનગર સુપર ફાસ્ટ હોવાથી વલસાડ ના પાસ હોલ્ડર ની સમસ્યાનો વધારો થયો હતો.

વલસાડથી સવારે પ્લેટફોર્મ નંબર 1 ઉપર થી સવારે  7.45 ઉપડી અતુલ,પારડી અને ઉદવાડા સ્ટોપ કરી વાપી 8.15 એ પહોંચશે.આ સમય દરમિયાન ફ્લાયઇંગ રાણી અને વિરાર શટલ ના મુસાફરો પણ લાભ મળશે તેમજ આ વાપીથી સુરત જવા માટે 9 કલાકે ગુજરાત એક્સપ્રેસ બાદ નીકળશે જેથી આ વાપીથી સુરત જનારા માટે પણ રાહત રહેશે.

 

Related posts

15મી માર્ચ બાદ આ શહેરમાં પ્રવેશનારે કરવી પડશે જાણ, નહીં તો કાયદેસરની થશે કાર્યવાહી

Karan

કોરોનાનો હાહાકાર: અમદાવાદનાં મકાન માલિક ભાડુઆતને મકાન ખાલી કરવા માટે મજબૂર કરી શકશે નહીં

pratik shah

સજ્જડ લોકડાઉન છતાં વધી રહ્યાં છે કેસો, જયંતિ રવીએ કહ્યું આ એક જ માત્ર છે ઉપાય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!