GSTV
Home » News » બાપ્પાના ભક્તોમાં ચાલાનનો ડર,ગણેશ પંડાલમાં પણ લોકો હેલમેટ પહેરીને આવ્યા

બાપ્પાના ભક્તોમાં ચાલાનનો ડર,ગણેશ પંડાલમાં પણ લોકો હેલમેટ પહેરીને આવ્યા

દેશમાં ટ્રાફિકના નિયમ બદલાઇ ચુક્યો છે. હવે નિયમોનું ઉલ્લંઘન કરવા પર નિયમ અંતર્ગત ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ગુજરાતના સુરત શહેરની એક એવી તસવીર સામે આવી છે, જેને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ કહેવામાં આવે કે પછી નવા ટ્રાફિક નિયમોનો ભય કહેવામાં આવે. હકીકતમાં ભગવાન ગણેશના પંડાલમાં લોકો હેલમેટ પહેરીને આરતી કરતા નજરે આવ્યાં.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા નંદીની-1માં અન્ય ગણેશ પંડાલોની જેમ જ ભગવાન ગણેશની વિદાય માટે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આરતીમાં સામેલ થનાર મોટાભાગના ભક્તો હેલમેટ પહેરીને પહોંચ્યા. બાપ્પાની આરતી કરવા પહોંચેલી એક મહિલાએ જણાવ્યું કે હેલમેટ પહેરીને ભગવાન ગણેશની આરતી દ્વારા તે સંદેશ આપવા માગે છે કે સૌકોઇએ હેલમેટ પહેરવુ જોઇએ. તેમણે કહ્યું કે સરકારે જે બદલાવ કર્યા છે તે સુરક્ષા માટે જ છે.

સાથે જ ગણેશ પંડાલમા હેલમેટ પહેરીને પહોંચેલી અન્ય એક મહિલાએ જણાવ્યું કે લોકો હેલમેટનો પ્રયોગ કરો. સમાજને જાગૃત કરવો અમારો ઉદ્દેશ છે. તેના માટે બાપ્પાને પ્રાર્થના કરીએ છીએ. જો કે ટ્રાફિક નિયમોનાં પાલન કરવાને લઇને સામાજિક સંદેશ આપવો અને તેના પર પોતે પણ અમલ કરવો બંને વાતમાં ફેર છે.

તેવામાં કહેવામાં આવી રહ્યું છે કે લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક ચાલાનનો ડર છે. જે બાપ્પાને વિદાય આપવા માટે પણ પરિવહનના નિયમોનું પાલન કરતાં હેલમેટ પહેરીને ભગવાનને વિદાય આપવા પહોંચ્યા.

Read Also

Related posts

આગામી 24 કલાક વિક્રમ લેન્ડર માટે મહત્વપૂર્ણ, ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-2 માટે કરે છે આ કાર્ય

Riyaz Parmar

દહીંમાં ભરપૂર ગુણો હોય છે પરંતુ આપીણું એ તેના કરતા પણ છે વધારે ગુણકારી

GSTV Desk

વડોદરાની એમ.એસ.યુનિની બોયઝ હોસ્ટેલમાં મારામારી થતા પથ્થરમારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!