GSTV
Home » News » ટ્રાફિકના નિયમો માત્ર આમ જનતા માટે, સરકારી ડ્રાઈવરો સરકારના આદેશને ઘોળીને પી ગયા

ટ્રાફિકના નિયમો માત્ર આમ જનતા માટે, સરકારી ડ્રાઈવરો સરકારના આદેશને ઘોળીને પી ગયા

ટ્રાફિકના નવા નિયમ આજથી લાગુ કરવામાં આવ્યા છે. પણ એક સવાલ છે કે શું આ ટ્રાફિકના નવા નિયમો માત્ર સામાન્ય લોકો માટે છે સરકારી વાહનોને આ નિયમો લાગૂ ન પડે. આ વાત છે આપણી ગુજરાત એસટીની. ગુજરાત એસટી આમ પણ તેની સુંદર સ્થિતી માટે પંકાયેલી છે. ત્યારે હવે તો નવા નિયમ, પણ આ નિયમને માને કોણ.

રાજ્ય સરકારે ટ્રાફિકના નવા નિયમો તો લાગુ કરી દીધા છે. પરંતુ ખુદ સરકારના જ વિભાગો ટ્રાફિકના નિયમોને ઘોળીને પી ગયા છે. વાત છે એસ.ટી. વિભાગની કે જેમની બેદરકારીને કારણે રાજ્યભરના લાખો મુસાફરોના જીવ પર જોખમ ઉભું થયું છે. ખુદ એસટી વિભાગ દ્વારા જ ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે એસ.ટી. બસના ડ્રાઇવરો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી કાયદાની ઐસીતૈસી કરતા નજરે પડી રહ્યા છે.

મોટા ભાગની એસટી બસમાં સીટ બેલ્ટ બાંધવામાં જ નથી આવતો. એસટી બસમાં સીટ બેલ્ટ જાણે કે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. તો બસમાં પીયુસી અને દસ્તાવેજોના પણ કોઇ ઠેકાણા નથી હોતા. જેના કારણે ખખડધજ એસ.ટી. બસોમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પર સતત મોત ઝળુંબી રહ્યું છે. અમદાવાદના દરેક વિસ્તારમાં જીએસટીવીની ટીમ ફરી. ખાસ કરીને એસટી બસની જ સ્થિતી જાણી તો દરેક એસટી બસમાં આવી જ સ્થિતી જોવા મળી. ત્યારે સવાલ એ છે કે શું સરકારને નવા નિયમો લાગુ નથી પડતા.

સામાન્ય વાહનચાલકો પર દંડનો દંડો ઉગામતી સરકાર એસ.ટી વિભાગ સામે કોઇ પગલાં નથી લેતી. જો કે આ માટે એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. ઉચ્ચ અધિકારીઓએ ટ્રાફિકના નવા નિયમોની જાગૃતિ અંગે કોઇ કામ જ નથી કર્યું. ત્યારે સરકાર પ્રજાને જાગૃત કરતા પહેલા પોતાના વિભાગોને નવા નિયમો અંગે વાકેફ કરે તેવો સૂર પ્રજામાં ઉઠી રહ્યો છે.

READ ALSO

Related posts

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

સમાગમ દરમિયાન પતિને એ વસ્તુમાં રસ હતો જે પત્નીને કરવામાં આવતી હતી ખૂબ જ શરમ આખરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!