GSTV
Home » News » આવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક, એક વખતના ચાર્જિંગમાં દોડશે 100KM

આવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક, એક વખતના ચાર્જિંગમાં દોડશે 100KM

દેશમાં ઈલેક્ટ્રીક મોબિલિટી ઝડપથી વિકસી રહ્યું છે. કારની સાથે સાથે બાઈકમાં પણ ઈલેક્ટ્રીક વાહનો લોન્ચ કરવા માટે કંપનીઓ વચ્ચે સ્પર્ધા જામી રહી છે, તો Tork Motors સ્થાનિક માર્કેટમાં પોતાની નવી ઈલેક્ટ્રીક બાઈક Tork T6Xને લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ હાલમાં જ તેનું એક ટીઝર વીડિયો પણ જાહેર કર્યું છે અને હવે બાઈકનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે.

ઉલ્લેખનિય છે કે, Tork T6Xને 2016માં વગર પ્રોટોટાઈપ રજૂ કરવામાં આવી હતી, તે વખતે આ બાઈકની કિંમત 1.25 લાખ રૂપિયા હતી, જે તેની ઓરીજનલ કિંમત ન હતી. કંપની આ બાઈકને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી શકે છે, તે વખતે જ તેની ઓરીજનલ કિંમતની જાહેરાત કરવામાં આવશે.

Tork T6Xની સૌથી ખાસ વાત એ છે કે, આ બાઈક સિંગલ ચાર્જમાં 100 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. આ બાઈકને સંપૂર્ણ રીતે ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. આ બાઈક 85થી 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડવામાં સક્ષમ છે. કંપનીએ આ બાઈકના ફ્રેમ પર વિશેષ કામ કર્યું છે, જેથી તેને વજમાં હલકું રાખી શકાય, જેથી બાઈકની રાઈડિંગ રેન્જ અને ડ્રાઈવિંગ એક્સપેરિયન્સ બંનેને વધુ સરળ બનાવશે.

આ બાઈકમાં કંપનીએ 4.3 ઈંચનો ટીએફટી સ્ક્રીન ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે, જે બાઈકની સ્પીડ, કિલોમીટરની રેન્જ, ટાઈમ વગેરે જેવી જાણકારીઓ બતાવશે. આ ઉપરાંત Tork T6X લગભગ 1 કલાકમાં જ 80% સુધી ચાર્જ થઈ જાય છે. આ બાઈકમાં ક્લાઉડ કનેક્ટિવિટી ફીચર પણ સામેલ કરવામાં આવી છે, જેનાથી તમે સ્માર્ટફોનને પણ કનેક્ટ કરી શકશો.

બાઈકમાં ફોન ચાર્જની પણ સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત Tork T6Xમાં એસેસરીઝ વગેરે વસ્તુ રાખવા માટે સ્ટોરેજ સ્પેશ પણ આપવામાં આવી છે. આ બાઈકને 7 વર્ષ સુધીના રિસર્ચ બાદ તૈયાર કરવામાં આવી છે.

Read Also

Related posts

હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે,

Path Shah

ચાલુ વાહને મોબાઇલ પર વાત કરો છો તો ચેતજો, નહિંતર RTOની આ કાર્યવાહીનો સામનો કરવો પડશે

Riyaz Parmar

પોલીસને મદદ કરીને નફો કરતું થયેલું ભારતીય સ્ટાર્ટઅપ,ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસિયલ રેકગ્નિશન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!