GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

બેન્કમાંથી આટલાથી વધુ રૂપિયા ઉપાડ્યાં તો ભરાઇ જશો, TDSનો આ નવો નિયમ જાણી લો

tds

કેશમાં લેવડ દેવડ ઓછી કરવા અને ટેક્સ કંપ્લાયંસને વધુ સારી રીતે લાગુ કરવા માટે ટેક્સ ડિપાર્ટમેન્ટે TDSના નિયમ બદલી નાંખ્યા છે. આ મહિનાથી બેન્ક અને પોસ્ટ ઑફિસમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર TDSનો નવો નિયમ લાગુ થશે. અત્યાર સુધી જો તમે એક વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુ કેશ ઉપાડતા હશો તો તમારે 2 ટકા TDS આપવો પડતો હતો. પરંતુ 1 જુલાઇથી TDSનો નવો નિયમ લાગુ થઇ ગયો છે.

હવે એક ફાઇનાન્શિયલ યરમાં 20 લાખ રૂપિયાથી વધુ હાઇ વેલ્યૂ કેશ ટ્રાન્જેક્શન પર TDS રેટ તે વાત પર નિર્ભર કરશે કે તમે ગત ત્રણ વર્ષમાં ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યુ છે કે નહી.

ટેક્સ

જે લોકોએ ગત 3 વર્ષમાં ITR ફાઇલ કર્યુ છે તેના માટે TDSનો નિયમ

2019ના બજેટમાં સરકારે ઇનકમ ટેક્સમાં એક નવુ સેક્શન 194N સામેલ કર્યો હતો જે અંતર્ગત બેન્ક એકાઉન્ટમાંથી 1 કરોડ રૂપિયાથી વધુ રોકડનો ઉપાડ કરવા પર 2 ટકા TDS ચુકવવો પડતો. આ નિયમ પોસ્ટ ઑફિસના ખાતામાંથી પણ કેશ ઉપાડવા પર લાગુ થશે.

એક અહેવાલ અનુસાર, એક ફાઇનાન્શિયલ યરમાં જો કોઇ 99 લાખ રૂપિયા કેશ ઉપાડે અને તે બાદ તે 1.50 લાખ રૂપિયા વધુ ઉપાડે તો ફક્ત 50 હજાર રૂપિયા પર પણ 2 ટકા TDS આપવો પડે. જો કે જે લોકોનું પેન કાર્ડ બેન્કના રેકોર્ડમાં અપડેટેડ નથી તેના પર ઇનકમ ટેક્સના સેક્શન 206AA અંતર્ગત 20 ટકા સુધી TDS લાગી શકે છે.

જો તમે ગત 3 વર્ષોમાં ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યુ છે અને પેન જમા કર્યુ છે તો 1 કરોડથી ઓછી રોકડ ઉપાડવા પર કોઇ TDS નહી લાગે.

જો તમે બેન્કમાંથી કેશ ઉપાડો તો બેન્ક તમારી પાસેથી ITR-V માગી શકે છે. જેથી તે નિશ્વિત થઇ શકે કે તમે રિટર્ન ફાઇલ કરી રહ્યાં છો. આ સાથે જ તમે બેન્કને ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઇ-ફાઇલિંગ પોર્ટલથી પણ ચેક કરવાનું કહી શકો છો.

જે લોકો ITR ફાઇલ ન કરે તેમના માટે નિયમ

જો તમે ગત ત્રણ વર્ષમાં ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કર્યુ હોય તો તમારે ભારે ભરખમ TDS જમા કરાવુ પડી શકે છે.

20 લાખ રૂપિયા સુધી કેશ ઉપાડવા પર કોઇ TDS નથી.

20 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધી 2 ટકા TDS.

1 કરોડ રૂપિયાથી વધુ કેશ ઉપાડવા પર 5 ટકા TDS.

Read Also

Related posts

વહીટી તંત્ર આવ્યુ એક્શન મોડમાં, AMCએ ખાણી પીણીના 4 યુનિટ કર્યા સીલ

pratik shah

રામાયણની સીતા દીપિકા ચિખલીયા ‘ગાલિબ’થી કમબેક કરશે, ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ

Bansari

One Nation One Ration Card: જૂના રાશન કાર્ડનો અહીં કરી શકશો ઉપયોગ, નવું કાર્ડ કઢાવવું પણ છે જરૂરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!