GSTV

CAના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ટેક્સના નવા માળખાને લઈને અભ્યાસક્રમમાં થશે ફેરફાર, રાજકોટમાં યોજાઈ રહી છે કોન્ફરન્સ

Last Updated on July 25, 2021 by Pravin Makwana

જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ સતત તેને લઈને  અપડેટ આવી રહયા છે આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ઈન્કમટેકસ અને અન્ય ટેકસનાં નવા માળખામાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને સીએનાં સિલેબસમાં પણ આગામી સમયમાં મોટા ફેરફાર આવી રહયા છે અને તે માટે ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા ( આઈસીએઆઈ) એ જુદા જુદા રાજયોમાંથી ફિડબેક મંગાવવાનું શરૂ કર્યુ છે. 

દેશભરમાં  સીએ  તરીકે કરિયર માટે વધુ ને  વધુ  યુુવાનો આગળ આવી રહયા છે. વેસ્ટર્ન રિજીયનમાં જ આશરે 1.80 લાખ  સ્ટુડન્ટ્સ  જોડાયેલા છે.  કર માળખામાં સતત આવી રહેલા ફેરફારો અને ખાસ કરીને છેલ્લા ચાર વર્ષથી લાગુ કરવામાં આવેલા જીએસટીને લઈને માર્કેટમાં સતત અપડેટ આવી રહયા છે.

ખાસ કરીને ઈનપુટ ટેકસ ક્રેડિટ જેવા ઉભા થઈ રહેેલા ઈસ્યુની કરવેરા નિષ્ણાંતો  પુરી જાણકારી હોવી જરૂરી છે. સીએના સિલેબસનાં કેટલાક ચેપ્ટર્સમાં અગાઉનાં કાયદાઓનાં મુદાઓનો સમાવેશ કરાયો હોય છે હવે તેમાં કેટલાક ફેરફારોની આવશ્યકતા જણાય હોય આ અંગેની કવાયત શરૂ કરાઈ છે. જીએસટીનાં પોર્ટલ અને આવકવેરાને લઈને પણ અનેક મુદાઓની સમસ્યાઓ આજે સીએ પાસે આવી રહી છે કરદાતાઓ પરેશાન છે. 

આઈસીએઆઈ ની વેસ્ટર્ન  રિજીયનની રાજકોટમાં શરૂ થયેલી બે દિવસીય કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા સીએ ઈન્સ્ટીટયુટનાં વેસ્ટર્ન રિજીયનનાં ચેરમેન મનીષ ગેડીયાએ જણાંવ્યુ હતું કે આજે બિઝનેસનાં ટ્રેન્ડ બદલાયા છે મોટાભાગનાં ઓનલાઈન ટ્રાન્જેકશન થઈ રહયા છે ત્યારે ફિઝીકલી  તપાસ થતી ન હોય  ફ્રોડ થવાનાં ચાન્સ વધી રહયા છે એવા સંજોગોમાં સીએની જવાબદારી પણ વધી જાય છે.

જીએસટીનાં પોર્ટલનાં પણ કેટલાક ઈસ્યુ છે. સીએ ઈનસ્ટીટયુટ કેન્દ્રનાં નાણાંમંત્રાલયનાં સતત સંપર્કમાં રહીને કઈ રીતે મુશ્કેલીઓ દૂર કરી શકાય તે માટે પ્રયાસો કરી રહયુ છે. બિઝનેસમેન અને સરકાર વચ્ચે કડી બનીને કામ કરી રહયું છે. 

રાજકોટ ખાતેની કોન્ફરન્સમાં જીએસટી ઓડિટ, વિદેશી રોકાણોનાં કાયદાઓ, ઈન્ટરનેશનલ ઓડિટ અને ટેકસ ફન્ડામેન્ટલ એનાલીસીસ પર ફોકસ કરીને ચર્ચા કરાઈ હતી. આઈસીએઆઈનાં રાજકોટ બ્રાન્ચનાં ચેરમેનનાં જણાંવ્યા મુજબ રાજકોટમાં હાલ ર000 સ્ટુડન્ટસ સંસૃથા સાથે જોડાયા છે ગુજરાત અને મુંબઈથી તા. ર4 અને રપ  બે દિવસ  રાજકોટની કોન્ફરન્સમાં એકસપર્ટ અને હોદેદારો ભાગ લઈ રહયા છે. પાંચ વર્ષ બાદ રાજકોટમાં વેસ્ટર્ન રિજીયનની કોન્ફરન્સ મળી છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!