GSTV

અમદાવાદના ભરચક ટ્રાફિકમાં પણ એમ્બયુલન્સને જવા માટેનો રસ્તો કરી આપતી સિસ્ટમ લાગુ થશે

Last Updated on January 19, 2020 by Mayur

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યામાં કેટલીય વખત એમ્બ્યુલન્સ અટકે છે. ક્યારેક ટ્રાફિકના કારણે અટવાયેલી એમ્બ્યુલન્સમાં દર્દીએ જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે હવે અમદાવાદમાં ટ્રાફિકમાં પણ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપતી સિસ્મટ લાગુ થવાની છે. તેનો પ્રથમ ટ્રાયલ રિવરફ્રન્ટ પર લેવામાં આવ્યો છે. મહાપાલિકા આ સિસ્ટમ વર્ષના અંત ભાગમાં શરૂ કરશે તેમ મનાય છે. વીટુ એક્સ કંટ્રોલ સિસ્ટમમાં દર્દીને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ જેવી ટ્રાફિક જંકશન તરફ પહોંચશે. તે જ સમયે એમ્બ્યુલન્સ 800 મીટરના અંતરે હશે અને તેને જે રસ્તે જવું હશે તે રસ્તા પર રેડ સિગ્નલ હશે તો ગ્રીન થઈ જશે.

અમદાવાદ મહાપાલિકાની જાપાનીઝ કંપની ઝીરોસમા આઈટીસી સાથે વાતચીત ચાલે છે. અને જાપાનના બે ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ આવેલા છે. અને મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરી હતી. જે મુજબ મ્યુનિસિપલ કમિશનરના મતે જાપાન અમદાવાદને આશ્રમ રોડ કે રિવરફ્ન્ટમાંથી એક સ્થળે સિસ્ટમ મફતમાં આપશે. અને જો તે સફળ થશે તો મહાપાલિકા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરશે. અને અન્ય ચાર રસ્તા પર પણ આવી સુવિધા ઉભી કરી શકશે.

READ ALSO

Related posts

મોંઘવારી/ રાજકોટમાં સીંગતેલ અને કપાસિયા તેલનાં ભાવ ફરી આસમાને, જાણો ડબ્બે કેટલાં રૂપિયાનો થયો વધારો?

Dhruv Brahmbhatt

વાતાવરણ પલટાશે/ રાજ્યમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, અનેક જિલ્લાઓમાં હજુ આટલા દિવસ માવઠાની આગાહી

Bansari

કહેર/ ગાંધીનગર સિવિલનાં 12 ડોક્ટર્સનો કોરોના પોઝિટિવ, વેક્સિનનાં બે ડોઝ લીધા બાદ પણ ફ્રન્ટલાઇન વોરિયર્સ વાયરસની ઝપેટમાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!