GSTV
Food Funda Health & Fitness Life Trending

13 થી 18 વર્ષના કિશોરોના ખોરાક અંગે નવો અભ્યાસ આ વર્ષો મહત્ત્વનાં હોય છે. તેમાં શું ખાવું તે સમજવું જરૂરી છે

૧૩થી ૧૮ વર્ષનાં કિશોરકિશોરીઓ પોતાની રીતે જ પોતાની ફૂડ-હેબિટ બતાવે છે. તેમને સમજાવવું જોઇએ કે, શું ખાવું શું ન ખાવું, તેમને માટે સારૂં છે : જેથી તેઓ ભવિષ્યમાં પણ તે અંગે સજાગ રહે. તેમ કહેતાં ‘એઇમ્સ’નાં ચીફ ડાયેટિશ્યન પરમિત કૌર જણાવે છે કે સૌથી પહેલાં તો તેઓને ‘જંક-ફૂડ’ આચર-કુચર નહીં ખાવા માટે ઘંટીને સમજાવવાં જોઇએ. કારણ કે તેથી ખરા અર્થમાં સ્ટેમિના મળતી નથી. માત્ર પેટ ભરાઈ જાય છે. વળી તે જંક ફૂડ નુકસાનકારક પણ હોય છે તેઓએ દેશનાં છ રાજ્યો, ગુજરાત, પંજાબ, મહરાષ્ટ્ર, છત્તીસ ગઢ, આસામ અને તમિલનાડુમાં આ અંગે સર્વે હાથ ધર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ વર્ષથી જ (૧૩માં વર્ષથી) કિશોરોમાં પ્યુબર્ટી સાયકલ અને કિશોરીઓમાં મેન્સ્ટ્રઅલ સાયકલ શરૂ થાય છે. સાથે હાઈટ પણ વધે છે. હાર્મોનલ ચઢાવ-ઉતારને લીધે ઘણીવાર અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત પણ નથી થતું તેવા સંજોગોમાં તેમને ફીઝીકલી તેમની મેન્ટલી ફીટ રાખવા માટે નિશ્ચિત પ્રકારનો ડાયેટ જરૂરી હોય છે. જેથી પોષક તત્ત્વોનો ઇન્ટેઇક વધે.

તેમણે જણાવ્યું છે કે; ગુજરાતમાં પોષણ સંબંધી સૌથી ઓછી જાગરૂકતા છે. તેમાં ઉચ્ચ સ્તરનાં સોડીયમ, અને ઉચ્ચ પ્રકારનાં પ્રસંસ્કૃત (સારી ક્વોલિટી)ના ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ઓછો થાય છે.

તેઓએ દેશનાં ઉક્ત છએ રાજ્યોમાં ડાયેટ સંબંધી તપાસ હાથ ધરી હતી તેમાં જાણવા મળ્યું કે કેટલાક એવા ખાદ્ય પદાર્થો લેવામાં આવે છે. જેથી જાડ પણ વધે છે પરંતુ સાચા અર્થમાં પોષણ મળતું નથી. આ પરિસ્થિતિ હાનીકારક છે. જાડ-પણ આગળ જતાં પ્રૌક્ષ ઉમર થતાં ડાયાબીટીસ બ્લડ પ્રેશર જેવા રોગોને આમંત્રે છે. તેનાં પરિણામે, હૃદય ઉપર પણ સમય જતાં અસર થાય છે. માટે જંક ફૂડ એવોઇડ કરી ખરા અર્થમાં પોષણ યુક્ત આહાર જરૂરી છે.

આ માટે તેઓએ ચાર્ટસ પણ તૈયાર કર્યા છે. જે આ તબક્કે તો સ્થળ સંકોચને લીધે રજૂ થઇ શકે તેમ નથી. પરંતુ પોષણ અને આરોગ્ય સંબંધી જર્નલ કરન્ટ ડેવલપમેન્ટ ઇન ન્યુટ્રિશનમાં પ્રકાશિત આ અભ્યાસને માટે યુજીસી દ્વારા પણ આર્થિક સહાય આપવામાં આવી છે. તે જર્નલમાં પણ સ્પષ્ટતા જણાવવામાં આવ્યું છે કે જંક ફૂડ નુકસાનકર્તા છે. વધુ પડતી સ્યુગર વધુ પડતાં સોડીયમ (સોડીયમ-ક્લોરાઇડ કોમન સોલ્ટ) નુકસાન કર્તા છે તે તો સર્વવિદિત છે. માટે, તેવા ખાદ્ય પદાર્થોથી દૂર રહી ન્યુટ્રિશન (પોષણ) આપે તેવા આહાર તરફ જ વળવું અનિવાર્ય ચે.

આપણે જોયું કે ગુજરાતીઓ વધુ પડતા ગળ્યા અને તળ્યા પદાર્થોના શોખીન છે પરંતુ સાચા અર્થમાં પોષણ આપે તેવા પદાર્થોથી દૂર રહે છે. જે પરિસ્થિતિમાં પરિવર્તન લાવવું અનિવાર્ય છે. પોષણયુક્ત ખોરાક અંગે તો બાળપણથી જ પાઠયપુસ્તકોમાં જણાવવામાં આવે છે. બીજી તરફ માતા-પિતાએ જ જંક ફૂડથી દૂર રહી પોષણયુક્ત ખોરાક લેવો જોઇએ અને સંતાનોને તે તરફ વાળવાં જોઇએ તેમ પણ ડૉ. પરમિત કૌરનું કહેવું છે.

Related posts

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL
GSTV