જંક ફૂડના સેવનથી ડિપ્રેશન વધવાનું સંકટ: અભ્યાસ

ફાસ્ટ ફૂડ, કેક અને પ્રોસેસ્ડ મીટના વધુ પડતા સેવનથી ઉદાસી એટલેકે ડિપ્રેશનનું સંકટ ઝડપથી વધી શકે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. બ્રિટેનની મેનચેસ્ટર મેટ્રોપૉલિટન યૂનિવર્સિટીના સંશોધનકારોએ શોધી કાઢ્યુ છે કે બળતરા પેદા કરનારા આહાર જેમાં કોલેસ્ટ્રૉલ, ચરબી અને કાર્બોહાઇડ્રેટની માત્રા વધારે હોય છે, તેના સેવનથી ડિપ્રેશનનું સંકટ 40 ટકા સુધી વધી શકે છે.

એક ટીમે ડિપ્રેશન અને શરીરમાં બળતરા ઉભી કરનારા આહારની વચ્ચે સંબંધ પર આધારિત 11 અભ્યાસના આંકડાનું વિશ્લેષણ કર્યુ છે. આ વિશ્લેષણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યૂરોપ અને મધ્ય પૂર્વમાં ફેલાયેલા 16 થી 72 વર્ષની ઉંમરના અલગ-અલગ નસ્લના 1 લાખ લોકો પર કરવામાં આવ્યો છે. બધા અભ્યાસ દરમ્યાન ભાગ લેનારા લોકોમાં ડિપ્રેશનના લક્ષણો દેખાયા. બધા અભ્યાસમાં જલન ઉભી કરનારા આહાર લેનારા લોકોમાં ડિપ્રેશન અને તેના લક્ષણનું સંકટ લગભગ દોઢ ગણુ વધારે જોવામાં આવ્યું.

પત્રિકા ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં છપાયેલા અભ્યાસના પરિણામમાં સ્પષ્ટ થયુ છે કે બધી ઉંમર, વર્ગ અને લિંગના લોકોની વચ્ચે ડિપ્રેશનનું સંકટ છે.

મેનચેસ્ટર મેટ્રોપોલિટન યૂનિવર્સિટીના સ્ટીવ બ્રેડબર્ને કહ્યું, “આ અભ્યાસ પરથી ડિપ્રેશન અને અન્ય રોગો જેવા અલ્ઝાઇમરની સારવારમાં મદદ મળી શકે છે.” તેમણે કહ્યું, “સારવારની જગ્યાએ પોતાના ખોરાકમાં ફેરફાર કરીને તેના સંકટથી બચી શકાય છે.”

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter