ભારતીય ખેલાડીઓના પગાર થયા જાહેર, વિરાટના ધૂરંધરોમાં જાણો કોને મળશે કેટલો પગાર

ભારતીય ક્રિકેટરોને ક્રિકેટ રમવા માટે બીસીસીઆઈ દ્વારા દર વર્ષે કરોડ રૂપિયાની સેલરી મળે છે. બીસીસીઆઈ દ્વારા આ ક્રિકેટરોને તેના પ્રદર્શનને આધારે સેલરી નક્કી કરવામાં આવે છે. જે ખેલાડી સારું રમે છે તે વધારે સેલરી આપવામાં છે. જે ખેલાડીનું ખરાબ પ્રદર્શન હોય છે તે ખેલાડીઓને ઓછી સેલરી આપવામાં આવે છે. બીસીસીઆઈ એ સેલરીને ચાર ભાગમાં વેચી દીધી છે.

પાંચ ખેલાડીઓને મળશે સાત કરોડ રૂપિયા

૧. ગ્રૂપ એ + બીસીસીઆઈ દ્વારા ૧-ગ્રૂપ એ+ માં ભારતીય ટીમના પાંચ ખેલાડીઓને મુકવામાં આવ્યા છે. જેમાં વિરાટ કોહલી, શિખર ધવન, ભુવનેશ્વરકુમાર, રોહિત શર્મા અને જસપ્રીત બુમરા આવે છે. બીસીસીઆઈએ આ ખેલાડીઓ માટે વર્ષે સાત કરોડની સેલરી નક્કી કરાઈ છે.

ર. ગ્રૂપ-એ બીસીસીઆઈ દ્વારા ગ્રૂપ-એમાં સાત ખેલાડીઓને મુકવામાં આવેલા છે. જેમાં અજિંક્ય રાણે,રવિન્દ્ર જાડેજા, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, મહેન્દ્રસિંહ ધોની, રિદ્ધિમાન સાહા અને રવિચંદ્રન અશ્વિન આ યાદીમાં આવે છે. આ ખેલાડીઓને બીસીસીઆઈ વર્ષે પાંચ કરોડ \પિયાની સેલરી મળશે.

આ ખેલાડીઓને વર્ષે ૩ કરોડ રૂપિયા મળશે

૩. ગ્રૂપ-બી બીસીસીઆઈ દ્વારા ગ્રૂપ-બીમાં  સાત સાત ખેલાડીઓને મુકવામાં આવ્યા છે. જેમાં લોકેશ રાહુલ, હાર્દિક, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, યુજવેંન્દ્ર ચહલ, દિનેશ કાર્તિક અને ઈશાંત શર્મા સહિત સાત ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને વર્ષે ૩ કરોડ રૂપિયા મળશે.

૪. ગ્રૂપ-સી બીસીસીઆઈ દ્વારા ગ્રૂપ-સીમાં પણ સાત ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેમાં સુરેશ રૈના, અક્ષર પટેલ, મનીષ, કેદાર જાધવ, પાર્થિવ પટેલ, કરુણ નાયર અને જયંત યાદવને વર્ષે એક કરોડની સેલરી મળશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter